SURAT

સુરત: મોબાઈલની લૂંટ ચલાવી 3 શખસે છપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી, લાઈવ CCTV આવ્યા સામે

સુરત: સુરતના (Surat) સચિન (Sachin) વિસ્તારમાંથી લૂંટ વિથ મર્ડરની (Robbery with murder) ઘટના સામે આવી છે. ત્રણ આરોપીએ પહેલા મોબાઈલની લૂંટ ચલાવી અને ત્યાર બાદ ધારદાર હથિયાર વડે યુવક પર હુમલો કરી હત્યા (Murder) કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેેમેરામાં કેદ થઈ છે. સચિન પોલીસ (Sachin Police) ઘટનાને પગલે લૂંટ વિથ મર્ડરનો ગૂનો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં રસ્તા પરથી મોબાઈલની લૂંટ ચલાવવાની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. જો કે આ લૂંટની ઘટના હવે મર્ડર સુધી પહોંચી ગઈ છે. ત્યારે આવી જ એક ઘટના સચિનમાં બની હતી જ્યાં એક યુવક પાસે ત્રણ આરોપીએ મોબાઈલની લૂંટ ચલાવ્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી અનુસાર સચિન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટર નજી ક લૂંટ વિથ હત્યાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.સાડીના કારખાનામાં કામ કરતા સની ચૌહાણ નામનો યુવક રાત્રિના સાડાબાર વાગ્યાની આસપાસ સચિન હોજીવલા પાસેથી સુડા સેક્ટર નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચનાક જ ત્યાં બાઈક પર ત્રણ શખસ આવ્યા અને આ ત્રણમાંથી એક શખસે મોબાઈલની ચીલઝડપ કરવાની કોશિશ કરી હતી. જો કે સનીએ સામે પ્રતિકાર આપ્યો હતો, ત્યારે આરોપીએ પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.

સીસીટીવીમાં ઘટના કેદ
લૂંટ વિથ મર્ડરની ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા હતા. જ્યાં મોબાઈલની લૂંટ ચલાવ્યા બાદ યુવકના પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ સની ત્યાં જ ઢળી પડ્યો હતો. લૂંટારાઓએ સની પર છ જેટલા છરીના ઘા ઝીંક્યા હતા અને ત્યાર બાદ બાઈક લઈ ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાના કારણે સનીનું મોત નિપજ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે ઘટનાની તપાસમાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, આ સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. પોલીસે આ ઘટનામાં લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધીને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કારખાનની બહાર હાજર વોચમેને સમગ્ર ઘટના નજરે નજર જોઈ
સીસીટીવીમાં જોઈ શકાય તેમ કારખાનાની બહાર ખુરશી પર બેઠેલા વોચમેને આ સમગ્ર ઘટના પોતાની નજરે નજર જોઈ હતી. જ્યારે આ ત્રણ આરોપીઓ યુવક પાસેથી મોબાઈલની લૂંટ ચલાવી રહ્યા હતા ત્યારે વોચમેન ત્યાં હાજર હતો. આ સમગ્ર ઘટના જોઈ તે ગભરાઈ ગયો હતો. અને દોડીને કારખાનાની અંદર હાજર કામદારોને બોલાની લાવ્યો હતો, કામદારો લાકડી અને અન્ય સાધન લઈને આવે તે પહેલા આરોપીઓએ યુવકને છરીના ઘા ઝીંકી ત્યાંથી પસાર થઈ ગયા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય આરોપી એક પાસેથી જ મોબાઈલની લૂંટ ચલાવી નથી, અન્ય કેટલાક લોકો પાસેથી પણ મોબાઈલની લૂંટ ચલાવી હતી. સચિન વિસ્તારમાં યુવકની હત્યા કરી દેવાયા બાદ આ જ વિસ્તારમાં અન્ય બેથી ત્રણ જેટલા પાસેથી મોડી રાત્રે હુમલો કરીને મોબાઈલ લૂંટી લેવામાં આવ્યા છે. ત્યારે હાલ તો સચિન પોલીસે ત્રણેય શખસ વિરુદ્ધ લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તેમને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

Most Popular

To Top