National

વિપક્ષનું એકજૂથ ભાજપને પડશે ભારે? નીતિશ, તેજસ્વી, રાહુલ ગાંધીની મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત

નવી દિલ્હી: બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ (Tejshwi Yadav) હાલ દિલ્હીના (Delhi) પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ નીતિશ કુમાર, તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ મલ્લિકાર્જુન ખડગેના (Mallikarjun Kharge) નિવાસસ્થાને બેઠક યોજી હતી. બેઠક બાદ ખડગેએ કહ્યું કે તેઓ તમામ પક્ષોને એક કરશે. સાથે જ નીતિશ કુમારે કહ્યું કે અમારી વિપક્ષી એકતા પર ચર્ચા થઈ છે. વધુમાં વધુ પક્ષોને સાથે લાવવાનો પ્રયાસ છે. અમે સકારાત્મક વાતચીત કરી છે. આ સાથે જ બેઠક બાદ રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે નીતિશજીની પહેલ ખૂબ સારી છે. વિપક્ષને એક કરવા માટે ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. વિચારધારાની લડાઈ લડશે. દેશ પરના આક્રમણ સામે લડીશું. અમે સાથે મળીને આનો વિરોધ કરીશું.

તમને જણાવી દઈએ કે બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને કોંગ્રેસ બિહાર અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ હાજર હતા. 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં આ બેઠક બાદ કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમારને યુપીએના કન્વીનર બનાવવામાં આવી શકે છે. નીતિશ કુમાર 2024ની સામાન્ય ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ વિરુદ્ધ વિરોધ પક્ષોને એક કરવાના હેતુથી વિપક્ષી નેતાઓના સતત સંપર્કમાં છે. તેઓ મંગળવારે રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ યાદવને મળ્યા હતા. તેઓ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને પણ મળવાના છે. તમને જણાવી દઈએ કે નીતિશ કુમાર ત્રણ દિવસથી દિલ્હીના પ્રવાસે છે.

કેજરીવાલને પણ મળશે
નીતિશ કુમારની આ મુલાકાતનો હેતુ વિપક્ષોને એક કરવાનો છે. હાલમાં જ મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે બજેટ સત્ર બાદ તેઓ ફરી એકવાર દિલ્હી જશે. આ પ્રવાસ દરમિયાન બિહારના મુખ્યમંત્રી શરદ પવાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ મળવાના છે. અગાઉ પણ નીતીશ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હી ગયા હતા, જ્યાં તેઓ શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, ડી રાજા, સીતારામ યેચુરી અને અખિલેશ યાદવને મળ્યા હતા.

‘ભાજપને 100થી ઓછી સીટો સુધી ઘટાડવી પડશે’
નીતિશે અનેક અવસરો પર કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે હાથ મિલાવવાની સલાહ આપી છે. ફેબ્રુઆરીમાં પટનામાં આયોજિત બિહારની મહાગઠબંધન સરકારને બહારથી ટેકો આપતી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ (CPI-ML)ના 11મા સામાન્ય સંમેલનને સંબોધતા નીતિશે કહ્યું હતું કે ‘સંયુક્ત મોરચો’ ભાજપને મદદ કરશે. 100 થી ઓછી સીટો આવરી લેશે.

Most Popular

To Top