Columns

મિત્રો સાથે ઓનલાઇન અભ્યાસ!!!

કોરોનામાં Online classes for Teachingની વિભાવનાનો આપણે સૌ અનુભવ કરી ચૂકયા છીએ. એના ફાયદા-ગેરફાયદાથી આપણે સૌ પરિચિત છીએ. Online અભ્યાસ વખતે પણ વાલીઓની ફરિયાદ હતી કે વિદ્યાર્થીઓનું ડિસ્ટ્રેકશન ખૂબ જ છે. Internet હોવાથી બીજા અન્ય દૂષણોથી પણ વિદ્યાર્થીઓ ઘેરાવા લાગ્યા. ત્યાં બોર્ડની તૈયારીમાં Online Google Meetનો ઉપયોગ (દુરુપયોગ) વાલી માટે ખરેખર જ ચિંતાનો વિષય બન્યો છે. પ્રીન્સી ધો. 10માં અભ્યાસ કરે છે. પ્રીલીમનરીમાં સામાન્ય દેખાવ કર્યો છે. ધો. 10નું ધ્યેય 90 % છે. હમણાં Pre-board 1 and 2 થવા જઇ રહી છે. માતાને લાગે છે કે કંઇક બરાબર નથી. પ્રીન્સી જોડે આખા દિવસના Study time tableની ઊંડાણપૂર્વક ચર્ચા થતા જાણવા મળ્યું કે અભ્યાસ માટે જે કલાકોનું રોકાણ (input) થવું જોઇએ એ તો નથી જ.

સાથે ગ્રુપમાં અભ્યાસ કરવાની આદત/ રસ ધરાવે છે. દરરોજ સાંજે મેથ્સ ટયુશન પછી ત્યાં જ દોઢ કલાક જેટલો સમય મેથ્સના માટે કાઢે છે. ઘરે આવીને રાત્રે 10 પછી google meet પર પોતાની બહેનપણી સાથે વાંચન કરે છે. તે લગભગ 12-12.30 સુધી. વાંચવાનું આઉટપુટ વિષે ચર્ચા થઇ તો શેડયુલ વગર કોઇ પણ વિષયનું કોઇ પણ ચેપ્ટર ઓનલાઇન વાંચે. ત્રણ- ચાર મિત્રમાંથી જે કોઇને કંઇ કલેરીફીકેશન જોઇતું હોય તો તેની ચર્ચા થાય. એને પોતાને જ લાગે છે કે થોડી વધુ વાતો- અન્ય વિષયને લગતી પણ થઇ જાય છે. દરેક વિષયમાં વાંચવાનું ઘણું બધું બાકી છે તે હવે ચિંતાનો પારો (એનો અને એની માતાનો) ઊંચો લઇ જાય છે. પ્રીન્સી જેવા તો ઘણા બધા હશે જેઓ ઓનલાઇન ગ્રુપ બનાવી વાંચતા હશે. આપણે સૌ જૂથમાં અભ્યાસ કરવાના ફાયદા અને ગેરફાયદાઓથી પરિચિત તો છીએ જ. છતાં ટૂંકમાં જોઇએ તો-

દરેકના અભ્યાસ કરવાના પ્રોડકટીવ કલાકો અલગ હોઇ શકે છે. કોઇકને વહેલી સવારે વાંચવાનું કે કોઇકને મોડી રાત્રે વાંચવાનું ફાવતું હોય છે. ત્યારે એક કે અન્ય જૂથ સભ્યનો કંટાળો અભ્યાસના વાતાવરણમાં ખલેલ પહોંચાડી શકે છે. જે અન્ય અભ્યાસ કરતા સભ્યોને demotivate કરી શકે છે. ચાલો સવારે વાંચીશું. બહુ ઊંઘ આવે છે. જેના લીધે અન્ય મિત્રોને નિરુત્સાહી થવાનું કારણ મળી રહે છે.

દરેકની વાંચનની સ્પીડ અલગ હોય છે. ભલે બધા એક જ વિષય વાંચતા હોય પણ કોઇ ઝડપથી તો કોઇ ધીમી ગતિથી વાંચતું હોય છે. જે અન્ય માટે જેલસીની લાગણી ઊભી કરવામાં નિમિત્ત બની શકે. એવા પણ મિત્રો હોય કે મારું વંચાય પછી જ તમારે બીજા ચેપ્ટર પર જવાનું- મારા માટે રાહ જોવાની. આવા વર્તન વ્યકિતગત અભ્યાસને ધીમો પાડી શકે છે. મિત્રો ખાસ તો અભ્યાસ કરવાની દરેકની પધ્ધતિ અલગ હોય છે તો જૂથમાં એકબીજાને ડિસ્ટ્રેકટ કરવાની શકયતા વધી જાય છે.

Pre board કે board પરીક્ષા વખતે દરેક વિદ્યાર્થીને ખબર હોય છે કે પોતાનું કેટલું વાંચવાનું બાકી છે તો તે પ્રમાણે શાંતિથી, ધ્યાન કેન્દ્રિત કરી વાંચવું હિતાવહ છે કેમ કે જૂથના અન્ય મિત્રની ઝડપ બીજાને પોતાનું ઘણું બધું બાકી છેની નકારાત્મક લાગણીને વેગ આપી પરિણામ નકારાત્મકતા તરફ લઇ જઇ શકે છે. સાથે અભ્યાસ કરવાની સાથે આખા દિવસની બનેલી ઘટનાની ચર્ચા કરવાનો મોકો મળી જાય છે જે તમને તમારા વાંચવાના ધ્યેયથી દૂર લઇ જાય છે. આ તો use of google meet- જેના અન્ય ગેરફાયદાઓ પણ તમારી પરીક્ષાની તૈયારીને નકારાત્મક રીતે અસર કરે છે.

સાંજે ટયુશનમાં મળ્યા પછી રાત્રે ગુગલ મીટ પર મળવાનું જેમાં તમારી પાસે ઇન્ટરનેટ છે, અન્ય સોશ્યલ મીડિયાને એકસેસ કરવાની લાલચ વધી જાય છે. આ સૌથી મોટો ગેરફાયદો છે કેમ કે પરીક્ષાની તૈયારી વખતે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થવાને બદલે ધ્યાન વિકેન્દ્રિત થઇ જાય છે. કોઇ મોટેરા સાથે ન હોવાથી વિચારો અને કાર્ય પર કાબૂ રહેતો નથી. સોશ્યલ મીડિયાથી દૂર રહેવાને બદલે સોશ્યલ મીડિયાનું વળગણ વધી જાય છે. જેના લીધે શારીરિક, માનસિક અતંદુરસ્તીના (psycho social health issuses) પ્રશ્નો ઊભા થાય છે. વાલીઓને ખાસ જણાવવાનું કે સંતાનોને પ્રેમથી સમજાવી પરીક્ષાની તૈયારી કરવામાં ભાવનાત્મક ભૂમિકા ભજવવાથી સંતાનો તમને એમના હિતેચ્છુ સમજશે, તમારા કહ્યા પ્રમાણે કરવામાં થોડો વધુ સહકાર આપશે.

જૂથ અભ્યાસને પ્રોત્સાહન ન આપો: એના વિશે બહુ ઊંડી ચર્ચા ન કરતા કે મિત્રો વિશે વધુ રીમાર્ક ન આપતા એના અભ્યાસના ગ્રાફની ચર્ચા કરજો. પ્રોત્સાહન આપજો કે ‘હજુ દિવસો છે’ ન સમજાય એવું હોય તો ટયુશન શિક્ષકને મળીને એક કરતાં વધુ ડીફીકલ્ટીસ ભેગી કરીને અઠવાડિયે એકાદી વખત પૂછવા જઇ શકાય તો વાંચવાની કવોલીટી અને કવોન્ટીટી બંનેમાં સુધારો જોવા મળશે. કદાચ અઠવાડિયે એકાદ કલાક વાસ્તવમાં મિત્રો ભેગા મળી મુશ્કેલીઓની ચર્ચા કરી લે તો તે પ્રોત્સાહજનક બની રહે છે.

અભ્યાસ વખતે મોબાઇલ, લેપટોપ, કીંડલ કે અન્ય સાધનોને બને તેટલા દૂર રખાવજો જેથી ધ્યાન વિકેન્દ્રિત ન થાય. આખો દિવસ મોબાઇલ ન આપવો કે અન્ય કંઇક શરતો એમને ધ્યાન કેન્દ્રિત ન કરવા દેશે પણ દોઢ- બે કલાકનાં વાંચન દરમ્યાન ફોન ન લેવાનો, વોટ્‌સએપ મેસેજ, FB કે અન્ય માટે મોબાઇલ દૂર રાખવો હિતાવહ છે. સંતાનો વાલીઓનું સાંભળે જ છે. થોડા પ્રેમથી સમજાવો અને તમે પણ ઘરમાં મોટે મોટે ફોન પર વાતો, ગેમ રમવાનું ન રાખો તે હિતાવહ છે.
‘Internet Addiction is similar to drug addiction.’

Most Popular

To Top