Fashion

ચોકર આપશે રાજસી ઠાઠમાઠ

જવેલરીમાં ચોકરનો પોતાનો એક અલગ જ અંદાજ છે. હમણાં લગ્નની મોસમ છે તો તમે ચોકર પહેરી સ્ટાઇલિશ દેખાઈ શકો છો. ચોકરની એક ખાસિયત એ છે કે એ બધાં જ આઉટફિટ પર શોભે છે. તો ચાલો ચોકર પહેરી ખૂબસૂરતી નિખારો.
પર્લ સ્ટ્રિંગ
જો તમારે જવેલરી પહેરી એલિગન્ટ લુક મેળવવો હોય તો પર્લ ચોકર તમારે માટે બેસ્ટ છે. પર્લ હંમેશાં મહિલાઓની પહેલી પસંદ રહ્યાં છે.
પોલકી ચોકર
પારંપારિક પેટર્નનો પોતાનો એક અલગ વૈભવ હોય છે. જો પરંપરા સાથે સ્ટાઇલનો સમાવેશ થાય તો જવેલરી સાથે તમારા લુકમાં પણ ચાર ચાંદ લાગે છે. તમે ટ્રેડિશનલ આઉટફિટ સાથે પોલકી ચોકર કેરી કરી શકો. બધાંની નજર તમારા પર જ પડશે.

વિકટોરિયન સ્ટાઇલ
તમને જો કલાસિક અને કંટેમ્પરેરી જવેલરી ગમતી હોય તો વિકટોરિયન સ્ટાઇલ તમારા માટે પરફેકટ છે. સેન્ટરમાં સ્ટોન અને સાઇડમાં પર્લ સ્ટ્રિંગવાળા ચોકર સારા લાગે છે. એને મેચિંગ ઇયરિંગ્સ લુકને પરફેકટ બનાવે છે.
ઓપન કફ નેકલેસ
ઓપન કફ, ફ્રન્ટ ઓપન કે ઓપન કોલર ચોકર કે નેકલેસનો ટ્રેન્ડ ફરી આવ્યો છે. આ નેકલેસ ગરદનની સામેની બાજુએથી એટલે કે આગળથી ખુલ્લો હોય છે જે તમારી નેકની બ્યુટી નિખારે છે એટલે એને જવેલરી બોકસમાં રાખવાનું ભૂલશો નહીં.

ગોલ્ડન કલરના ઓપન નેકપીસ
કોઇ પણ કેઝયુઅલ ડ્રેસ પર પહેરી બોલ્ડ લુક મેળવી શકાય છે.
બ્લેક આઉટફિટસ પર બ્લેક ફ્રિંજેસ ઓપન કફ અજમાવી જુઓ.
ડાયમંડ ઓપન કફ નેકલેસ કોઇ પણ અવસરે ટ્રાય કરી શકાય છે.
ઓપન કફ ચોકર ડીપ નેક પર પહેરી ગ્લેમરસ અંદાજ મેળવો.

સિલ્વર સ્પાર્ક
જો તમારે કંઇક ટ્રેડિશનલ પહેરવું ન હોય તો તમે ઓકિસડાઇઝ સિલ્વર ચોકર પહેરી શકો. સેમી પ્રેશિયસ સ્ટોન એના લુકને સ્ટાઇલિશ બનાવશે. એ તમે ઇવનિંગ અને ડે પાર્ટીમાં પહેરી શકો.
જરા હટ કે
જો તમારે પાર્ટીમાં જરા હટકે દેખાવું હોય તો રિબન જવેલરીથી તમારા લુકને કમ્પલીટ કરી શકો છો. કોકટેલ પાર્ટીમાં તમે આ ચોકર પહેરી શકો.

ટિપ્સ
• ચોકર પહેરતી વખતે તમારા આઉટફિટની નેકલાઇન ધ્યાનમાં રાખો. ચોકર વી નેકલાઇન્સ સાથે સારા લાગે છે પરંતુ જો તમે ટર્ટલનેક સાથે પહેરો તો કેવું દેખાય?
• વધુ પડતાં ટાઇટ ચોકર પહેરો નહીં. બંને બાજુએથી તમારી ચરબી દેખાય એવું તો તમે ન જ ઇચ્છો ને! એ નેક પર થોડા લુઝ રહેવાં જોઇએ.
• ચોકરને લોંગ નેકલેસ સાથે પહેરી શકાય પરંતુ એમાં તમારા ચોકર પર વધારે નજર પડે એ ધ્યાન રાખો. ચોકર સેન્ટર ઓફ એટ્રેકશન હોવું જોઇએ નહીં કે તમારો લોંગ નેકલેસ.
• ચોકરની પહોળાઇ સાથે એકસપરિમેન્ટ કરતાં ગભરાવ નહીં. તમને સૂટ થાય એવા જાડા કે પાતળા ચોકર પહેરી શકાય.
• ચોકરને બોલ્ડ ઇયરિંગ્સ સાથે પહેરો નહીં. ફોકસ માત્ર તમારી નેક અને નેક પર જ રાખો.
• લાર્જ ચેન ચોકર્સ કોઇ પણ આઉટફિટ સાથે સારાં જ લાગશે.
• ‘ડોગ કોલર’ ચોકર કદી પહેરો નહીં.

Most Popular

To Top