Charchapatra

સશકત અને સાહસિક સમાજ – પાટીદાર

ગુજરાતમાં પટેલ શબ્દ સાંભળતા જ સુખાકારી અને આગેવાની આ બે ગુણોના દર્શન થતાં હતા.જો કોઈની  અટક પટેલ છે તો એ ગુજરાતી છે તેવી એક અનોખી છાપ હતી.આ સરદાર પટેલના વંશજો પોતાની બુદ્ધિ,પોતાના સાર્મથ્યથી, પોતાના સાહસથી ન ફક્ત ગુજરાત કે દેશમાં પરંતુ સમગ્ર વિશ્વમાં જો કોઈએ ગુજરાતની ઓળખ બનાવી છે તે આ પટેલ.છેલ્લા કેટલાક વર્ષોમાં પટેલના સ્થાને પાટીદાર શબ્દ વધુ પ્રચલિત થયો છે.પટેલ શબ્દ એ માત્ર શબ્દ કે અટક પુરતો સિમીત ન હતો.અરે આપણા વડીલોને પુછજો કે લોકો પટેલના ન્યાયની વાતો કરતા.અને પટેલ પણ પોતાના કોઈપણ અંગત સ્વાર્થ વગર ઉચિત ન્યાય કરતાં.આ માન,સન્માન અને જાહોજલાલી કંઈ આજની નથી. વર્ષોથી આપણા વડવાઓએ કરેલી મહેનત અને કોઠાસૂઝની દેન છે.પટેલ એટલે જે પોતાના પહેલા બીજાનું વિચારે.આજના યુવાન મિત્રોને એક વાત કહેવી છે કે તમે આજે જે પણ છો તે ફક્ત અને ફકત તમારા વડીલોની મહેનતને લીધે છો.આપણને બુદ્ધિ,શકિત અને સાહસિકતા વારસામાં મળી છે.કોઈ પણ રાજકારણીઓ કે પક્ષોની મહેરબાની કે ઉપકારથી નથી મળી.આજની યુવા પેઢી વડીલો પાસે બેસીને ખુલ્લા મનથી આ બાબતમાં ચર્ચા કરી આપણા સાચા ઈતિહાસને જાણે.આપણે સૌને સાથે રાખીને સૌનો વિચાર કરવાવાળી પ્રજા છીએ.જયારે વાત જાહેર હિતમાં હોય ત્યારે પટેલ પોતાના હિત કે સ્વાર્થની ચિંતા કરતા નથી.
          – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top