Gujarat

રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝીટીવ, રથયાત્રાની વર્ષો જૂની પરંપરા તૂટશે

ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેઓને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા હોમ ક્વોરન્ટાઇન થયા છે. કનૈયાલાલ હત્યાકાંડ બાદ સમગ્ર દેશમાં માહોલ તંગ છે. તેમજ ગુજરાતમાં બે દિવસ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. મુખ્ય મંત્રીને કોરોના થતા રથયાત્રાની વર્ષો જૂની પરંપરા તૂટશે.

રથયાત્રા અને પાડોશી રાજ્યમાં ચાલી રહેલા તણાવના પગલે ગુજરાત પોલીસ પણ એલર્ટ થઇ ગઈ છે. આ સંદર્ભેમાં રાજ્યના મુખ્યમંત્રી, ગૃહા રાજ્યમંત્રી અને પોલીસ વડાએ એક બેઠકનું આયોજન કર્યું છે. જેમાં રાજસ્થાનની ઘટના અને રથયાત્રા અંગેની પોલીસ વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. જો કે મુખ્યમંત્રી કોરોના પોઝીટીવ થતા આ બેઠક રદ કરવામાં આવી છે.

રથયાત્રાની 145 વર્ષ જૂની પરંપરા તૂટશે
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ રથયાત્રા શરુ કરતા પહેલા એક ખાસ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે, મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે રથયાત્રાના બે દિવસ અગાઉ જ મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત થતા 145 વર્ષથી ચાલતી પરંપરા તૂટશે. આ વર્ષે મુખ્યમંત્રી પહિંદવિધી નહી કરે. કરણ કે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે, કોરોના થાય તે પછી એક અઠવાડિયા સુધી પોઝીટિવ વ્યક્તિએ ક્વોરેન્ટાઇનમાં રહેવાનું હોય છે. 

રથયાત્રાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રથયાત્રામાં બંદોબસ્ત માટે રાજ્યમાં 25 પેરા મિલિટરી ફોર્સની કંપની બોલાવી છે. અમદાવાદની રથયાત્રા સૌથી મોટી હોવાથી 22 કંપની અમદાવાદ રથયાત્રાના બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત અમદાવાદ બહારથી 4 DIG/IG ,20 SP,60 DYSP,150 PI,300 PSI,2000 પોલીસકર્મીઓ,21 SRP કંપની બોલાવવામાં આવી છે. ડ્રોન કેમેરા,બોડી ઓન કેમેરા તથા સોશિયલ મીડિયાથી સાયબર ક્રાઈમ અને CID ક્રાઈમમાં આવેલ સાયબરની ટીમ નજર રાખશે. તમામ કેમેરા ગાંધીનગર આવેલ ત્રીનેત્ર કંટ્રોલ રૂમમાં દેખાશે જ્યાંથી રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવશે.

Most Popular

To Top