SURAT

સુરત કામરેજ ખોલવડ પુલ પરથી યુવક-યુવતીની છલાંગ, યુવતીને બચાવાઈ, યુવકની શોધખોળ ચાલુ

સુરત: સુરતના (Surat) કામરેજમાં (Kamrej) આવેલા ખોડલવ (Kholavad) બ્રિજ (Bridge) પરથી એક યુવક-યુવતીએ તાપી (Tapi) નદીમાં (River) છલાંગ લગાવી હતી. સ્થાનિક માછીમારે યુવતીને બચાવી લીધી હતી. જ્યારે ફાયર વિભાગના જવાનો યુવકની શોધખોળ કરી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર પ્રેમમાં સાથે જીવ ન શકતા સાથે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે એક જ કામરેજ એક સોસાયટીમાં રહેતા યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં હતા. તેઓ સાથે જીવ ન શકતા સાથે જીવન ટૂંકાવી આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો. બંને પ્રેમી પંખીડાએ આજે વહેલી સવારે કામરેજમાં આવેલો ખોલવડ ઓવરબ્રિજ પરથી સાથે તાપી નદીમાં ઝપલાવ્યું હતું. માહિતી અનુસાર યુવક અને યુવતી બંને મૂળ સૌરાષ્ટ્રના છે. અને કામરેજ એક સોસાયટીમાં રહે છે. પરંતુ તેઓની જ્ઞાતિ અલગ અલગ હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવામાં મળ્યું છે.

સવારે 5:30 ફાયર વિભાગને કોલ મળ્યો, યુવકની શોધખોળ ચાલુ
કામરેજમાં એક જ સોસાયટીમાં રહેતા પ્રેમીપંખીડાએ વહેલી સવારે ખોલવડના બ્રિજ પરથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફાયરવિભાગની જાણકારી અનુસાર ફાયર વિભાગને સવારે 5:30 વાગ્યે કોલ મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગવી ટીમ ત્યાં પહોંચી હતી. સ્થાનિક નાવડીવાળાએ તાત્કાલિક યુવતીને બચાવી લીધી હતી. ત્યાર બાદ તાત્કાલિક 108ની મદદથી યુવતીને સરકારી હોસ્પિટલ રવાના કરવામાં આવી હતી. જ્યારે યુવકની કોઈ ભાળ ન મળતા ફાયર વિભાગવી ટીમ દ્વારા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

સુરતની સગીરાને ભરૂચ ભગાડી જઇ બળાત્કાર ગુજારનાર યુવક-યુવતી પકડાયા
સુરત : નાનપુરા વિસ્તારમાં રહેતી સગીરાને ભરૂચમાં ભગાડી જઇને બળાત્કાર ગુજારવાના ગુનામાં રેપ કરનારા આરોપીઓને મદદગારી કરનાર એક યુવક અને યુવતીને એસઓજીએ પકડી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ મીઠીખાડી લિંબાયતમાં રહેતા અકરમ અસગર શેખએ નાનપુરા વિસ્તારમાં રહેતી સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. અકરમે ઇન્સ્ટ્રાગ્રામ મારફતે સગીરાનો સંપર્ક કરીને તેણીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેનું ફોરવ્હીલરમાં અપહરણ કરીને ભરૂચ તરફ લઇ ગયા હતા, અને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત અકરમના એક મિત્ર અને હાલમાં વોન્ટેડ એવા સમીરએ પણ બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં સમીર અને અકરમને મદદ કરનારા લિંબાયતમાં રહેતા સાબીર જમીર શેખ તેમજ ભરૂચમાં રોશનપાર્કની બાજુમાં બાયપાસ ફાટક પાસે રહેતી મુસ્કાન જહાંગીર ગુલામ અકબર શેખને પકડી પાડ્યા હતા. આ બંનેએ મદદગારી કરી હોય તેઓની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરાઇ છે. આ ઉપરાંત પોલીસે વોન્ટેડ સમીરને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top