National

સ્પાઈસ જેટની ફલાઈટમાં હંગામો: ક્રુ મેમ્બર સાથે મગજમારી કરાતા બેને ફલાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યાં

નવી દિલ્હી: દિલ્હીથી (Delhi) હૈદરાબાદ જનારી સ્પાઈસ જેટની (Spice Jat) ફલાઈટમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર આવ્યાં છે. જો કે આ અગાઉ પણ ધણાં સમાચાર આ ફલાઈટમાંથી આવ્યાં છે. જેના કારણે તે ચર્ચાનો વિષય બની રહેતી હોય છે. જાણકારી મુજબ આ ફલાઈટમાં સફર કરી રહેલા એક મુસાફરે પ્લેનના ક્રુ મેમ્બર સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ ઘટના થતાં જ આજુ બાજુ બેસેલા તમામ લોકોએ આ મામલાને શાંત પાડ્યો હતો. આરોપી મુસાફરને તેમજ તેની સાથે મુસાફરી કરનારને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યાં હતાં. બંનેને સુરક્ષાદળોને સોંપી દેવામાં આવ્યાં હતાં. આ ધટના અંગે સ્પાઈસ જેટે એક નિવેદન પણ આપ્યું છે.

  • ઘટના 23 જાન્યુઆરી 2023ના રોજ દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલા પ્લેનમાં ઘટી
  • મુસાફરે ફલાઈટના ક્રુ મેમ્બર સાથે ખરાબ વર્તણૂક કરી
  • ઘટના થતાં જ આજુ બાજુ બેસેલા તમામ લોકોએ આ મામલાને શાંત પાડ્યો

સ્પાઈટ જેટ તરફથી જે નિવેદન સામે આવ્યું તેમાં જણાવવામાં આવ્યું હતું આ ઘટના 23 જાન્યુઆરી 2023ના રોજ દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલા પ્લેનમાં ઘટી હતી જેમાં એક મુસાફરે ફલાઈટના ક્રુ મેમ્બર સાથે ખરાબ વર્તણૂક કરી હતી. આ કારણસર તેને તેમજ તેના સાથીને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા તેમજ સુરક્ષાદળની ટીમને તેઓને સોંપવામાં આવ્યા હતા.

જાણકારી મુજબ આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં એક ઉંમરવાળા વ્યકિતને ક્રુ મેમ્બર તરફથી સમજાવવામાં આવી રહ્યો છે. જેમાં ઉંમરવાળી વ્યકિત કહી રહી છે કે હું એ કશું ખોટું નથી કીધું તેમજ હું તમારા પિતાની ઉંમર જેટલો છું. આ સમયે ફલાઈટના ક્રુ મેમ્બર તેઓને સમજાવાની કોશિશ કરી રહ્યાં હતાં. ત્યારપછી તેઓની આસપાસની સીટ ઉપર બેસેલા તમામ લોકોએ તેઓને શાંત પાડયા હતા તેમજ વ્યકિતને શાંત કરાવ્યા હતાં. આ જ સમયે બીજી તરફ ફલાઈટની બીજી ક્રુ મેમ્બર મોકાના સમયે આવીને પોતાની સાથીને લઈ જાય છે.

Most Popular

To Top