Entertainment

કપિલ, ગુરુ અને યોગિતાનું અલોન ગીત થયું રિલીઝ, કપિલનું પાત્ર જોવા માટે લોકોમાં ઉત્સૂકતા

નવી દિલ્હી: કોમેડિયન જગતના હાલના સમયના બાદશાહ ગણાતા કપિલ શર્માનું નામ સાંભળતા જ ભલભલાના ચહેરા પર એક મોટું સ્મિત આવી જાય. પોતાની કોમેડિથી (Comedy) સમગ્ર વિશ્વની હસાવનાર કપિલને (Kapil) હવે ચાહકો એવા સ્વરુપમાં જોવાના છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હોય. લોકોને હસાવનાર વ્યકિત ખામોશ થઈ એક સિરીયલ રોલ કરે તે ખૂબ મોટી વાત કહેવાય. આવું જ કંઈક વાત કપિલ શર્માની છે. હાલ કોમેડિયન સ્ટાર કપિલ શર્મા ગુરુ રંધાવા જોડે અલોન સોંગ લઈને પોતાના ચાહકો સમક્ષ આવ્યાં છે. જયારથી કપિલ પોતાના ફેન્સ સમક્ષ અલોન સોંગના ડેબ્યુની વાત કહી હતી ત્યારથી જ ચાહકો આ સોંગને સાંભળવા માટે તેમજ કપિલની ભૂમિકા જોવા માટે આતુર હતાં. જણાવી દઈએ કે અલોન સોંગમાં કપિલ તેમજ ગુરુની ભૂમિકા કમાલ કરવા જઈ રહી છે. તેમજ લોકો તરફથી પણ તેઓને ભરપુર પ્રેમ મળી રહ્યો છે.

જણાવી દઈએ કે પોતાની કોમેડિથી લોકોના ચહેરા ઉપર સ્મિત લાવનાર હસ્તી એટલે કે કપિલે આ સોંગમાં પોતાની ફિલ્ડ કરતાં થોડું હટકે કામ કર્યું છે આ સોંગમાં તે હસ્તો નહિં પરંતુ રડતો જોવા મળશે. ગીતની વાત કરીએ તો આ ગીતમાં કપિલ, રંધાવા તેમજ યોગીતા બિહારી જોવા મળશે. કપિલ યોગીતના પ્રેમમાં પડે છે તેઓની લવસ્ટોરી શરુ થાય છે ધણી બધી યાદો તેઓ બનાવે છે અને એકાએક અંતમાં યોગિતા કપિલને છોડીને જતી રહે છે જેના કારણે કપિલ દુખી થઈ જાય છે. અંતમાં કપિલની આંખોમાં જોવા મળતા આંસુ સૌ કોઈના દિલને અડી જાય તેવો અંત બતાવવામાં આવે છે.

ગુરુ રંધાવા અને કપિલ શર્મા બંને મ્યુઝિક વીડિયોમાં પોતાનું બેસ્ટ આપતા જોવા મળ્યા હતા. ગીતના લિરિક્સ પર કપિલ શર્માએ પોતાના એક્સપ્રેશનથી આખી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. કપિલના અવાજ અને અભિવ્યક્તિએ પ્રેમના સુખ અને દુઃખને ખૂબ જ સારી રીતે વર્ણવ્યું છે. કપિલ શર્મા અને ગુરુ રંધાવાનું નવું ગીત જેઓ કેટલાક ઊંડા સંગીત સાંભળવાનું પસંદ કરે છે. આ ગીત કોઈ પાર્ટી સોંગ નથી. તેથી જ તેને એકલા સાંભળવામાં આનંદ થશે. કદાચ આ જ કારણ હશે કે ગીતનું શીર્ષક ‘અલોન’ છે. મ્યુઝિક ડેબ્યૂ વિશે કપિલ શર્મા કહે છે કે તેણે ગુરુ રંધાવા અને યોગિતા બિહાની સાથે શૂટિંગમાં ખૂબ મજા કરી.

Most Popular

To Top