Sports

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચનો શરમનાક વીડિયો, શમીનું નામ લઈ જય શ્રી રામના નારા લગાવ્યા

અમદાવાદ: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની (Border-Gavaskar Trophy 2023) ચોથી અને અંતિમ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક શર્મસાર કરતો વીડિયો (Video) સામે આવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની વચ્ચેમાં કેટલાક દર્શકોએ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને (Mohammad Shami) સામે જોઈ જય શ્રી રામના (jai Shree Ram) નારા લગાવવા લાગ્યા હતા. અહીં એક દર્શકને ‘જય શ્રી રામ તો શમી’ કહેતા પણ સાંભળવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેના પર ભારે ચર્ચા થઈ રહી છે.

આ ઘટના અમદાવાદ ટેસ્ટની શરૂઆત પહેલાની કહેવાય છે. વીડિયોમાં ભારતીય ખેલાડીઓ બાઉન્ડ્રીની નજીક ઉભા જોવા મળે છે. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર કેટલાક દર્શકો સૂર્યકુમાર યાદવનું નામ જોર જોરથી બોલાવે છે, ત્યારબાદ મોહમ્મદ શમીને જોતા જ તેઓ જય શ્રી રામના નારા લગાવવા લાગે છે. અહીં એક દર્શકને ‘ શમીને જય શ્રી રામ તો’ કહેતા પણ સાંભળવા મળે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સામે કેટલીક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ત્યારે કેટલાક ક્રિકેટ ચાહકો તેને ખોટું ગણાવી રહ્યા છે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનને આ મામલે પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે.

શમીને ભૂતકાળમાં પણ આવી હરકતોનો સામનો કરવો પડ્યો છે
મોહમ્મદ શમી સાથે આવું પહેલીવાર નથી બન્યું. આ અગાઉ જ્યારે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન સામે એકતરફી 10 વિકેટથી હારી ગઈ હતી, ત્યારે સોશિયલ મીડિયા પર એક ખાસ ધર્મના યૂઝર્સે શમીને આ હાર માટે દોષી માન્યા હતા. પાકિસ્તાન સામે હારનો સમગ્ર દોષ શમી પર ઢોળવામાં આવ્યો હતો. આ પછી સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજો શમીના સમર્થનમાં સામે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગયું છે.

ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ મેચ જીત્યા વિના જ ભારત આ રીતે પહોંચી ગયું WTCની ફાઈનલમાં…
નવી દિલ્હી: ઈતિહાસ રચતા ભારતીય ટીમે (Team India) સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં (World Test Championship Final) જગ્યા બનાવી છે. અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચેની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે, આ દરમિયાન ન્યૂઝીલેન્ડની (New Zealand) મેચમાંથી આ સારા સમાચાર આવ્યા છે. શ્રીલંકા (Sri Lanka) અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સમાપ્ત થઈ ગઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટથી જીત મેળવી છે અને આ સાથે ટીમ ઈન્ડિયા WTC 2023 ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.

ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. આ મેચ લંડનના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન રમાશે, 12 જૂનની આ મેચ માટે એક રિઝર્વ પણ રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તેને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો.

Most Popular

To Top