Charchapatra

શિક્ષણમાં બધાં અખતરા બંધ કરો

ભારત દેશમાં છાશવારે શિક્ષણનીતિ બદલાય છે. મેકોલેના વખતથી અંગ્રેજી તો ફરજિયાત. તેમાં આઝાદી પછી જે સરકાર બની તેની નજર વિદેશ તરફ વધારે હતી અને દેશ તરફ ઓછી. કંઈ કેટલાય વર્ષો બાદ હિંદીને રાષ્ટ્રભાષાનું સ્થાન મળ્યું તે માટે લેખકો, કવિ અને બીજા ભાષાવાદીઓને લડત આપવી પડી. હજી દક્ષિણ ભારતમાં તો હિન્દી બાકાત જ રહેલી છે. એ બધાં દક્ષિણ ભારતીઓ પોતાની માતૃભાષાને મહત્વ આપે છે અને બીજા સ્થાને અંગ્રેજી. સિત્તેર વર્ષ સુધી તો શિક્ષણમાં અખતરા જ ચાલ્યા કર્યા. સરકાર બદલાશે તો આપણને કંઈક લાભ થશે તે પણ ઠગારો નિવડ્યો. સરકાર બદલાઈ-2014 તો પણ હાલ સુધી એને એજ ગાડું ચાલ્યા કર્યું.

હાલમાં બે-ત્રણ વર્ષથી રાષ્ટ્રવાદી પ્રધાન હોવાથી કંઈક ફેરફારનાં અણસાર થયાં. પરંતુ ‘માસ્તર મારે નહીં અને ભણાવે ય નહીં’ જેવી હાલત ચાલ્યા કરી. હાલમાં બેત્રણ વર્ષથી શિક્ષણનીતિમાં અખતરા ચાલવા માંડ્યા છે પરંતુ હજી અંગ્રેજી માધ્યમવાળી શાળાઓ તો ખૂલે જ રાખે છે. સરકાર આ બાબતે મૌન છે. એનેલીધે ભારતનું યુવાધન પરદેશ તરફ વધારે ધસડાઈ ગયુ છે. આજે પ્રત્યેક કુટુંબમાં એક જ વાત ચાલે છે કે દિકરાને તો પરદેશ ઉચ્ચ શિક્ષણ માટે મોકલવો છે. ત્યાં જઈને પણ ભારતીય યુવાન ભારત આવવાનું નામ લેતો નથી.

જોકે, એક વાત સત્ય છે કે ત્યાંના પગાર ધોરણ કરતાં ભારતનું પગાર ધોરણ ઘણુ નીચુ છે. ત્યાં તો એક ડોલર રોજ બચાવે તો 72-75 રૂપિયા બચી જાય છે. એ બધાંમાંથી ભારતમાં રહેલાં માતાપિતા તથા કુટુંબને નાણાં મોકલવામાં આવે છે. આ છે હાલની બારતના શિક્ષણની સ્થિતિ! એટલે સરકારને વિનંતી કે બધાં અખતરા બંધ કરી જેતે રાજ્યમાં માતૃભાષા પ્રથમ, હિન્દી રાષ્ટ્રભાષા તરીકે ફરજિયાત બનાવે અને અંગ્રેજીને બીજી ભાષામાં સ્થાન આપે. આજનાં માતાપિતાનો પણ બાળકને રાષ્ટ્રવાદ તરફ ન ધ્યાન આપવામાં મોટો વાંક છે. માતૃભાષાને મહત્વ અપાશે તો ટ્યુશનો બંધ થઈ યુવાનોનું ધ્યાન રાષ્ટ્રવાદી સંસ્થાઓ તરફ જશે.
પોંડીચેરી – ડૉ.કે.ટી.સોની આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ખસી કરવાથી કૂતરા નહીં કરડશે?
કૂતરાઓની સમસ્યા વિશે સુરત શહેર સુધરાઈ જાગી અને કૂતરાની ખસી કરાવવાની જાહેરાત કરી તે કેટલી ઉચીત છે તે ખબર પડતી નથી. જો ખસી કરાવવાથી કૂતરા કરડતા બંધ થાય તો ઘણું સારૂં છે. પરંતુ કૂતરાને ભૂખ લાગે અથવા કોઈ અજાણી વ્યક્તિ દેખાય તો શક્ય છે કરડશે. આપણી સરકાર પાક નિષ્ફળ જાય, એક્સિડન્ટમાં કોઈ મરી જાય અથવા ઊભો પાક નષ્ટ થાય તો તેને મદદ કરે છે તો જેના છોકરા-છોકરીને ખરાબ રીતે કૂતરાઓ કરડી ગયા હોય, કંઈ કેટલાના છોકરા-છોકરી મરી જાય છે તે બિચારાની હાલત કેવી થાય છે તેનો ખ્યાલ સુધરાઈના અધિકારીઓએ વિચાર સુધ્ધા કર્યો નથી અને એને થોડી મદદ પણ કરવાનું વિચાર્યું નથી.
સુરત     – રવીન્દ્ર ઠક્કર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top