Entertainment

શાહરૂખ ખાને પોસ્ટ શેર કરી કહ્યું ”કુછ કુછ હોનેવાલા હૈ”, જેના જવાબમાં ભાઈજાને આપ્યો આ જવાબ

મુંબઈ: સુપરસ્ટાર (Superstar) શાહરૂખ ખાને (Shah Rukh Khan) મંગળવારે ઓટીટી (ઓવર ધ ટોપ) (OTT) પ્લેટફોર્મના લોન્ચિંગની મશ્કરી કરી હતી. જેના કારણે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને સહયોગીઓ તરફથી શાહરૂખને સંદેશાઓ (Message) આવ્યા હતા. શાહરૂખે ટ્વિટર (Twitter) પર જઈને એક જાહેરાત પોસ્ટર શેર કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, ”એસઆરકે+ ટૂંક સમયમાં આવી રહ્યું છે.”

  • ”એસઆરકે+ ટૂંક સમયમાં આવી રહ્યું છે
  • સલમાન ખાને પણ અભિનંદન આપ્યા
  • હાલ શાહરૂખ પોતાની ફિલ્મ પઠાનન શૂટિંગમાં વ્યસ્ત
  • શાહરૂખ ખાને પોતાના સૌથી મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી

જોકે, શાહરૂખ કે તેમના પ્રોડક્શન બેનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે હજી સુધી એ પુષ્ટિ નથી કરી કે, ‘શાહરૂખ+’ હકીકતમાં તેમની નવી ઓટીટી એપ છે કે નહીં.
58 વર્ષીય અભિનેતા જે 2018માં પોતાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’માં દેખાયા બાદ મોટા પડદા પર જોવા મળ્યા નથી. શાહરૂખે પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ”કુછ કુછ હોનેવાલા હૈ, ઓટીટીકી દુનિયા મેં.”

ત્યાર બાદ સલમાન ખાને પણ શાહરૂખના આ ટ્વિટને શેર કરીને અભિનેતાને અભિનંદન આપતાં લખ્યું હતું કે, ”આજકી પાર્ટી તેરી તરફ સે, આપકે નયે ઓટીટી એપ, એસઆરકે+ પર બધાઈ”- ‘બજરંગી ભાઈજાન.’

હાલતો શાહરૂખ પોતાની ફિલ્મ પઠાનન શૂટિંગમાં વ્યસ્ત છે. તેઓ સ્પેનમાં ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે તથા તેમની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ છે. આ ફિલ્મના માધ્યમથી શાહરૂખ ઘણા સમય બાદ બોલિવુડમાં વાપસી કરવા જઈ રહ્યા છે. થમસઅપની જાહેરાત, ફિલ્મ ‘પઠાણ’ની જાહેરાત થયાં બાદ આવું ત્રીજી વાર બન્યું છે કે જ્યારે કિંગ ખાને પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપી હોય. ઝીરો પછી ફરીવાર તેઓ એકટિવ થયા હોય એવું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top