
સુરતના ઇવેન્ટ મેનેજમેન્ટ અને વેડિંગ ઉદ્યોગને નવી દિશા આપવા સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન (SGEMA) દ્વારા EVOLVE 2.0નું આયોજન કરાયું છે. 16 ઓગસ્ટે અદ્વૈતા બેન્ક્વેટ હોલ ખાતે યોજાનારા કાર્યક્રમની થીમ ‘Journey from Local to Global’ છે. તેનો હેતુ દક્ષિણ ગુજરાતના ઇવેન્ટ ઉદ્યોગને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાનો છે.
SGEMA છેલ્લા 13 વર્ષથી ઇવેન્ટ ક્ષેત્રના પ્રોફેશનલ્સને એક મંચ પર લાવી જ્ઞાન અને વ્યવસાયિક તકો વધારવા માટે કાર્યરત છે. EVOLVE 2.0માં સ્ટોરીટેલિંગ, ડિઝાઇનિંગ, ડેસ્ટિનેશન વેડિંગ, ઇવેન્ટ બ્રાન્ડિંગ, નવા બિઝનેસ મોડલ અને AI જેવા વિષયો પર નિષ્ણાતો માર્ગદર્શન આપશે. ગુજરાત ટુરિઝમનો પણ કાર્યક્રમને સહયોગ મળ્યો છે. સુરત અને દક્ષિણ ગુજરાતની આશરે 15 કંપનીઓ પણ વિવિધ રીતે જોડાઈ છે. SGEMAના પ્રમુખ નીરવ વચ્છાણીના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં દેશભરના નિષ્ણાતો અને ઇવેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ભાગ લેશે.
આ કાર્યક્રમથી ટુરિઝમ, હોસ્પિટાલિટી, રોજગાર અને સ્થાનિક વ્યવસાય માટે નવી તકો ઊભી થવાની આશા છે. SGEMAના પ્રમુખ નીરવ વચ્છાણીના માર્ગદર્શન હેઠળ યોજાનારા EVOLVE 2.0માં દેશભરના નિષ્ણાતો અને ઇવેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ભાગ લેશે. આ કાર્યક્રમ સુરતના ઇવેન્ટ ઉદ્યોગને નવી દિશા આપવાની સાથે સ્થાનિક ક્ષમતાને વૈશ્વિક મંચ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે.