Dakshin Gujarat

પારડી તાલુકાના હાટબજારમાં જુગાર રમાડનાર બે મહિલા સહિત સાત પકડાયા

પારડી : પારડી (Pardi) પોલીસે (Police) તાલુકાના ધગળમાડ ખાતે ભરાતા હાટબજારમાં ફરતી ચકરી પર પાનાના આંકડાનો જુગારને (Gambling) પકડી પાડ્યો હતો. છાપા દરમિયાન પોલીસે જુગાર રમાડનાર અને રમનાર મળી કુલ ૭ શખ્સને ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી રોકડા રૂ.13620, બે મોબાઇલ અને જુગારના સાધનો સહિત કુલ રૂ.22,360 નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સને વોન્ટેડ (Wanted) જાહેર કર્યા છે.

પોલીસે જુગાર રમતા કિરણ દાદાજી પવાર (રહે. મહારાષ્ટ્ર-નાસિક), મહિલા કુલસુમબી તાજુદ્દીન શેખ (રહે.ધોબીતળાવ, શાપુરનગર-વલસાડ), સુમનબેન દાદાજી પવાર (રહે. મહારાષ્ટ્ર-નાસિક), દાદાજી બાબુરાવ પવાર (રહે. મહારાષ્ટ્ર-નાસિક), અર્જુન દાદાજી પવાર (રહે.નાસીક), અબુબકર અહમદ શેખ (રહે. ધોબીતળાવ, પાન મહોલ્લો-વલસાડ), મઝીદભાઇ બકકરભાઇ ખલીફા (રહે.ધગડમાળ ચાર રસ્તા)ને ઝડપી પાડી, સલમાન સલીમ શેખ (રહે.ધોબીતળાવ, કે.કે. બેકરી પાસે-વલસાડ) અને તાસીર જાબીર શેખ (રહે. ડેહલી)ને પોલીસે વોન્ટેડ બતાવ્યા છે. કેસની તપાસ સિનિયર પીએસઆઈ કે.એમ.બેરિયાએ હાથ ધરી છે.

વલસાડના ભદેલી જગાલાલામાં જુગાર રમતા 6 પકડાયા
વલસાડ : વલસાડના હિંગરાજ ભદેલી જગાલા ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 લોકોને પોલીસે દરોડો પાડી પકડી પડ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ હિંગરાજ ભદેલી જગાલા ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની માહિતીના પગલે રૂરલ પોલીસે દરોડો પડ્યો હતો. જેમાં પોલીસે પૈસા પાનાનો જુગાર રમતા ગામના રાજેશ ટંડેલ, ધર્મેન્દ્ર ટંડેલ, કપિલ ટંડેલ, જયંતી ટંડેલ, રાકેશ ટંડેલ અને દેવેન્દ્ર ઉર્ફે પ્રકાશ ટંડેલને જુગાર રમતા રંગેહાથ પકડી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી દાવ ઉપરના રૂ.500, તેમની અંગઝડતીમાં રૂ.3380 અને રૂ. 12 હજારના 4 મોબાઈલ મળી કુલ રૂ.15,880નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિજલપોરમાં તીનપત્તીનો જુગાર રમતા 4 ઝડપાયા
નવસારી : વિજલપોર પોલીસે બાતમીના આધારે વિજલપોરમાં તીનપત્તીનો જુગાર રમતા 4ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વિજલપોર પોલીસને બાતમી મળી હતી કે, વિજલપોર ધોળી તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે જઈ છાપો મારી તીનપત્તીનો જુગાર રમતા 4ને ઝડપી પાડ્યા હતા. જેમાં વિજલપોર મારૂતિ નગર આશીર્વાદ રો-હાઉસમાં રહેતા અમૃત ઉર્ફે અંબુ અજબસિંહ રાજપૂત, વિજલપોર હનુમાન નગર-૨માં રહેતા ભગવાન નથ્થુભાઈ કોળી, વિજલપોર રાધાનગરમાં રહેતા જીતુભાઈ વિષ્ણુભાઈ બદલ અને વિજલપોર આકારપાર્ક સોસાયટીમાં રહેતા ગોરખસિંગ મંગલસિંગ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે રોકડા 3600 રૂપિયા, દાવ પરના 440 રૂપિયા અને 500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 4,540 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top