Dakshin Gujarat

નર્મદા ડેમની જળ સપાટી સંપૂર્ણ સપાટીથી 78 સે.મી જ દૂર

રાજપીપળા: સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam) હવે માત્ર 78 સેન્ટીમીટર જ સંપૂર્ણ ભરાઇ જવામાં બાકી છે. નર્મદા ડેમની જળ સપાટી 137.90 મીટરે પહોંચી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ભારે વરસાદ મધ્યપ્રદેશમાં પડી રહ્યો છે અને હજુ સપ્ટેમ્બર મહિનામાં પણ ચાલુ છે. એના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાઈ રહ્યો છે. સાથે સાથે પાણી એટલું બધું આવ્યું હતું કે, ડેમના 23 ગેટ પણ ખોલી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એક સમયે તો સાત લાખ ક્યુસેક પાણી પણ છોડાતાં નદીમાં પૂર આવ્યું હતું. પરંતુ હવે પૂરની સ્થિતિ નથી, પરંતુ પાણીની આવક મધ્યમ છે.

  • 1200 મેગા વોટનું રિવરબેડ પાવર હાઉસ ચાલુ થતાં એમાંથી 42,832 ક્યુસેક પાણી છોડાયું
  • સરદાર સરોવર છલોછલ ભરાઈ જવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથકો છે, એમાંથી સતત વીજ ઉત્પાદન થઈ રહ્યું છે

સરદાર સરોવર નર્મદા ડેમ પર મંગળવારે પાણીની આવક 65832 ક્યુસેક છે અને 1200 મેગા વોટનું રિવરબેડ પાવર હાઉસ ચાલતાં એમાંથી 42,832 ક્યુસેક પાણી છોડાયું છે. જે નર્મદા નદીમાં જાય થાય છે. અને સાથે સાથે મુખ્ય કેનાલમાંથી પાણી અત્યારે 17,458 ક્યુસેક પાણી છોડાય છે. જેના થકી રાજ્યનાં અનેક તળાવો નાના-મોટા ડેમો ભરવામાં આવી રહ્યા છે. નર્મદા ડેમ પર પાણીની આવક 65832 ક્યુસેક છે. એની સામે કુલ જાવક 65318 ક્યુસેક છે. એટલે આવકજાવક સરભર થઈ જાય તેવી સ્થિતિ છે. એના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી હવે ધીરે ધીરે વધારવામાં આવી છે, તેમને સંપૂર્ણ ભરવાથી હવે 78 સે.મી. નર્મદા ડેમ બાકી રહ્યો છે.

સરદાર સરોવર છલોછલ ભરાઈ જવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથકો છે, એમાંથી સતત વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સાથે સાથે મુખ્ય કેનાલમાંથી જે પાણી છૂટે છે એના રાજ્યના અનેક વિસ્તારોમાં તળાવો તેમજ નાના-મોટા જે ડેમો છે તે ભરવામાં આવી રહ્યા છે. નર્મદા ડેમની જળ સપાટી 137.90 પહોંચતાં નર્મદા ડેમ ટકા 95.66 ટકા ભરાઈ ગયો છે. અને માત્ર 78 સેન્ટિમીટર જ બાકી છે. નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં વિયર ડેમ ઓવરફ્લો થયો હતો.

Most Popular

To Top