Dakshin Gujarat

સુબીરમાં પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધમાં પતિએ પત્નીને મારી નાંખવાની ધમકી આપી

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) સુબીર તાલુકાના ખોખરી ગામમાં પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ (Affair) હોવાથી પત્ની સાથે છૂટાછેડા કરવા માંગતો હતો. પરંતુ પત્નીએ છૂટાછેડા કરવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા પતિએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી (Treat) આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

  • પર સ્ત્રી સાથેના સંબંધમાં છૂટાછેડા નહીં આપતા પતિની પત્નીને મારી નાખવાની ધમકી
  • સુબીરના ખોખરી ગામમાં સસરાને માર મારી પત્નીને પણ ફટકારતા પોલીસ ફરિયાદ

સુબીર તાલુકાના ખોખરી ગામમાં રહેતા રવિન્દ્ર સુબન પારેનાં લગ્ન હેમાબેન સાથે 13 વર્ષ પહેલા થયા હતા. પતિ રવિન્દ્રનો અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે છૂટાછેડા બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. જેથી પત્ની ખોખરી ગામમાં જ તેમના પિતાના ઘરે રહેતી હતી. ત્યારે પતિ રવિન્દ્ર પત્નીના ઘરે જઈને ‘મારે તારી સાથે રહેવું નથી અને મને તું છુટાછેડા આપી દે.’ કહીં પત્ની સાથે તકરાર કરવા લાગ્યો હતો.

રવિન્દ્રના સસરા સમજાવતા હતા કે, તમે પતિ-પત્ની શાંતીથી રહો ઝગડા કેમ કરો છો ? તેમ કહેતા રવિન્દ્રએ તેમને અપશબ્દો બોલી માર મારવા લાગ્યો હતો ત્યારે તેમને બચાવવા પત્ની હેમાબેન વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. તેમજ અપશબ્દ બોલીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ પત્ની હેમાએ 181 અભયમ પર ફોન કર્યો હતો. પરંતુ 181 ઘરે પહોંચે તે પહેલાં પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે બાદ સુબીર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધરમપુરમાં ઢોરો માટે પાણી મૂકવા જતાં યુવાન ઉપર દીપડાનો હુમલો
ધરમપુર : ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખપાટીયા ગામે ઘરની પાછળનાં ભાગે ઢોરો માટે પાણી મૂકવા જતા એક યુવાન ઉપર દીપડાએ હુમલો કરતાં યુવાને બૂમાબૂમ કરતાં પરિવારજનો આવી પહોંચતાં દીપડો નાસી છુટ્યો હતો. દીપડાએ યુવાનને હાથ તથા માથાના ભાગે બચકું ભરતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ધરમપુરના ખપાટીયા ગામનાં રહીશ કમલેશ દેવરામ રાઉત પોતાના ઘરની પાછળ રાત્રે ઢોરોને પાણી મૂકવા માટે જતાં અચાનક દીપડાએ કમલેશ ઉપર હુમલો કરતાં કમલેશે બૂમાબૂમ કરતાં પરિવારજનો આવી પહોંચતાં દીપડો ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત કમલેશને તાત્કાલિક સારવાર અર્થે સાંઈનાથ હોસ્પિટલમાં ખસેડાયો હતો. દીપડાએ કમલેશને હાથ તથા માથાના ભાગે બચકા ભર્યા હતાં. જેને કારણે ગંભીર ઈજા પહોંચી હતી. દીપડાને પકડવા માટે સરપંચ સહિત ગ્રામજનોએ વન વિભાગના અધિકારીને જાણ કરતા વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરુ મૂકવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top