Business

કોરોના કેસોમાં વૃદ્ધિ થતાં રૂપિયો તૂટીને 76ને પાર, પાઉન્ડ 94ની સપાટી કૂદાવી

દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોના પગલે ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી, ત્યારે ૭૬ને પાર બંધ રહયો હતો. કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં ૨૯ પૈસા તૂટીને ૭૫.૯૫ના સ્તરે ખૂલ્યો હતો. જેની સામે ડલોરની સામે રૂપિયો ૭૦ પૈસા તૂટીને ૭૬.૩૪ના સ્તરે બંધ રહયા હતા. જ્યારે ગત કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયો ૭૫.૬૬ના સ્તરે બંધ રહયો હતો.

ફોરેક્સ ડોલરમાં બ્રેન્ટ ક્રુડમાં તેજી આવી છે, જેમાં અોપેક તથા બિન અોપેક દેશો વચ્ચેની બેઠકમાં ઉત્પાદન કાપ થવાના આશાવાદે તેજી જાવા મળી હતી. જેના લીધે ડોલરમાં ઉછાળો આવ્યો હતો. અન્ય કરન્સીઅોમાં યુરો ૮૩.૦૧, પાઉન્ડ ૯૪.૩૪, અોશ્ટ્રેલિયન ડોલર ૪૭.૧૫, જાપાનીઝ યેન ૦.૭૦૧૨ અને સીંગાપોર ડોલર ૫૩.૫૨ના સ્તરે બંધ રહયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top