World

રોકેટ હુમલામાં 2 ઇઝરાયેલીઓના મોત : હમાસ પર ઇઝરાયેલ હુમલામાં ગાઝામાં 26 માર્યા ગયા

ગાઝા સિટી: જેરૂસલેમના વિવાદ અંગે ઇઝરાયેલ (ISRAEL) અને હમાસ (HAMASH) વચ્ચે સપ્તાહોથી ચાલતો સંઘર્ષ આજે વધુ વકર્યો હતો જેમાં ઇઝરાયેલે ગાઝા (GAZA) પર નવા હવાઇ હુમલા (AIR STRIKE) ઓ કરતા સંખ્યાબંધ ઉગ્રવાદીઓ અને નાગરિકો માર્યા ગયા હતા જ્યારે ઉગ્રવાદીઓએ દક્ષિણી ઇઝરાયેલ પર સેંકડો રોકેટો (ROCKET) દાગ્યા હતા જેમાં બે ઇઝરાયેલીઓના મોત (DEATH) થયા હતા.

સોમવારના સૂર્યાસ્તથી 26 પેલેસ્ટાઇનીઓ – જેમાં નવ બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે – માર્યા ગયા હતા, જેમાંથી મોટા ભાગના હવાઇ હુમલાઓમાં જ મૃત્યુ પામ્યા હતા એમ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે માર્યા ગયેલાઓમાંથી 16 ઉગ્રવાદીઓ હતા. ગાઝામાંથી છોડવામાં આવેલા રોકેટોમાં ઇઝરાયેલના દક્ષિણી શહેર અશ્કેલોનમાં બે મહિલાઓના મોત થયા હતા – જે હાલની હિંસામાં પ્રથમ ઇઝરાયેલી મોતની ઘટનાઓ છે. સોમવાર સાંજથી ઓછામાં ઓછા દસ ઇઝરાયેલીઓ ઘાયલ થયા છે. આ મૃત્યુઓ પછી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યું હતું કે અધિકારીઓએ હુમલાનું બળ અને સંખ્યા બંને વધારવાનો નિર્ણય કર્યો છે.

ઇજિપ્ત (EGYPT) યુદ્ધ વિરામ કરાવવા મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પણ હિંસાની સાયકલ જોર પકડી રહી છે. જેરૂસલેમની અલ-અકસા મસ્જિદના કમ્પાઉન્ડનો વિસ્તાર યહુદીઓ અને મુસ્લિમો – બંને માટે પવિત્ર સ્થળ છે અને તેમાં ઇઝરાયેલના પ્રવેશના મામલે સંઘર્ષ શરૂ થયો હતો.

Most Popular

To Top