Charchapatra

જવાબદારી સરખી પણ પગાર મોટો

દેશની ખાનગી બેંકો અને સરકારી બેંકોના CEO વચ્ચેનો પગાર તફાવત જોશો તો આશ્ચર્ય ન થાય તો જ નવાઈ.ચાલો, સૌથી પહેલાં દેશની ટોચની ખાનગી બેંકોની કમાણી વિશે વાત કરીએ. તમને જાણીને નવાઈ લાગશે કે Kotak Mahindra બેંકના CEO દેશમાં સૌથી વધુ કમાતા બેંક CEO છે, જેમનું વાર્ષિક પેકેજ લગભગ 13 કરોડ રૂપિયા છે! આ ઉપરાંત, HDFC બેંકના CEO ને દર વર્ષે 12 કરોડ રૂપિયા મળે છે. Axis બેંકના અને ICICI બેંકના CEO ને પણ 9 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. હવે બીજી તરફ જરા આપણી સરકારી બેંકોનાં પગારધોરણ પર નજર કરીએ. દેશની સૌથી વિશાળ અને મોટી બેંક SBI ના ચેરમેનનો વાર્ષિક પગાર ખાનગી બેંકોની સરખામણીમાં સાવ જ નજીવો છે.

Bank of Baroda ના CEO ને 74 લાખ, જ્યારે Bank of Maharashtra ના CEO ને વર્ષના માત્ર 37 લાખ રૂપિયા જ મળે છે. સૌથી આઘાતજનક અને વિચારવા જેવી વાત તો એ છે કે જો આપણે દેશની ટોપ 10 સરકારી બેંકોના તમામ CEO નો આખો પગાર એકસાથે ભેગો કરીએ, તો પણ તે 5 કરોડ રૂપિયાથી ઉપર થતો નથી! એટલે કે HDFC બેંકના CEO એકલા જ આ 10 સરકારી બેંકોના CEO ના કુલ પગાર કરતાં પણ ઘણું વધારે કમાય છે. સરકારી બેંકોમાં પગાર સીધો સરકાર દ્વારા નક્કી થાય છે, જેમાં કોઈ શેર કે મોટા બોનસ હોતા નથી. જ્યારે કામ અને જવાબદારી એકસરખી જ હોય, ત્યારે શું પગારમાં આટલો મોટો ભેદભાવ હોવો યોગ્ય છે?
 સુરત    -સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top