National

Republic Day 2024: પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા નહીં મળે દિલ્હીની ઝાંખી, કેન્દ્ર સરકારે ફગાવી રજૂઆત

નવી દિલ્હી: આ વર્ષે પ્રજાસત્તાક દિવસ (Republic Day) નિમિત્તે યોજાનારી પરેડમાં કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીની (Delhi) ઝાંખીને ફગાવી દેવામાં આવી છે. દિલ્હી સરકારના (Delhi Govt) કલા, સંસ્કૃતિ અને ભાષા મંત્રી સૌરભ ભારદ્વાજનું (Saurabh Bharadwaj) કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી કેન્દ્ર સરકાર 26મી જાન્યુઆરીએ યોજાનારી પરેડમાં (Parade) દિલ્હીની ઝાંખીને (Overview) લગતા પ્રસ્તાવને ફગાવી દીધો છે.

દર વર્ષે દેશમાં ગણતંત્ર દિવસની પરેડમાં દિલ્હીના કર્તવ્ય પથ ઉપર રાજ્યોની ઝાંખી કાઢવામાં આવે છે. દિલ્હી સરકારના કલા, સંસ્કૃતિ અને ભાષા મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે દિલ્હી આ દેશની રાજધાની છે અને આ તમામ ઝાંખીઓ માત્ર દિલ્હીમાં જ કાઢવામાં આવે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી 26મી જાન્યુઆરીની પરેડમાં દિલ્હીની ઝાંખીને સ્થાન આપવામાં નથી આવતું તે એક મોટું આશ્ચર્ય છે. છેલ્લી વાર દિલ્હીની ઝાંખી 2021ની પ્રજાસત્તાક દિવસની પરેડમાં દર્શાવવામાં આવી હતી.

દિલ્હીની ઝાંખીને ફગાવી
દિલ્હી સરકારના મંત્રીએ કહ્યું કે વર્ષ 2022માં અમે રિઝોલ્વ-75 નામના વિષય પર અમારી રજૂવાત આપી હતી. તેમજ વર્ષ 2023 માં અમે મહિલા શક્તિની થીમ પર અમારી રજૂવાત આપી હતી અને આ વર્ષની પરેડ માટે અમે વિકસિત ભારતની થીમ પર અમારી રજૂવાત આપી હતી. પરંતુ સતત 3 વર્ષથી કેન્દ્ર સરકાર દિલ્હીની રજૂવાતને ફગાવી રહી છે.

સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રજાસત્તાક દિવસની ઝાંખીને લઈને બેવડું વલણ અપનાવી રહી છે. એક તરફ બીજેપી નેતાઓ કહે છે કે થીમના આધારે રાજ્યોની ઝાંખી પસંદ કરવામાં આવશે. પરંતુ જ્યારે અમે તેમના દ્વારા આપવામાં આવેલી થીમ મુજબ અમારી ઝાંખીનો પ્રસ્તાવ મુકીએ છીએ ત્યારે તેઓ તેને નકારી કાઢે છે.

પંજાબની ઝાંખી પણ રિજેક્ટ કરવામાં આવી
મંત્રી સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું કે કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર માત્ર આમ આદમી પાર્ટી પાસેથી બદલો લેવાના ઈરાદાથી આ પ્રકારનું વલણ અપનાવી રહી છે. એવું નથી કે કેન્દ્ર સરકારે માત્ર દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવેલ ઝાંખીના પ્રસ્તાવને ફગાવી દીધો છે. પરંતુ પંજાબ તરફથી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવને પણ ફગાવી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top