Entertainment

સલમાન ખાન પર ફિદા થઈ રિપોર્ટર, કરી દીધું લગ્ન માટે પ્રપોઝ, ભાઈજાને આપ્યો આ જવાબ..

મુંબઈ : ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સમાં (IIFA-2023) ભાગ લેવા માટે બોલીવુડના કલાકારો અબુ ધાબી (Abu Dhabi) પહોચી ગયા છે. બોલીવુડ અભિનેતા સલમાન ખાન પણ IIFA-2023માં હાજર રહ્યા છે. IIFA-2023ના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યા છે. આ દરમિયાન એક હોલિવૂડ રિપોર્ટર દ્વારા સલમાન ખાનને લગ્ન માટે પ્રપોઝ કરવાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સલમાન ખાન મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન એક મહિલા રિપોર્ટરે ભાઈજાન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો હતો. મહિલા રિપોર્ટરે સલમાન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકતા કહ્યું હતુ કે ‘હું હોલીવુડથી ફક્ત તમને એક પ્રશ્ન પૂછવા માટે આવી છું. જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી હું તમને પ્રેમ કરવા લાગી છું’. જવાબ આપતા સલમન ખાને કહ્યુ કે ‘તમે મારા વિશે નહીં શારૂખાન વિશે વાત કરી રહ્યા છો?’ એ જ સમયે રિપોર્ટરે જવાબ આપ્યો કે તે સલમાન ખાન વિશે જ કહી રહી છે. ત્યાર પછી તે સલમાન ખાનને પુછે છે કે ‘શું તમે મારી સાથે લગ્ન કરશો?’ ત્યારે સલમાન ખાને જવાબ આપ્યો હતો કે તમારે મને 20 વર્ષ પહેલા મળવું જોઈતું હતું..

સલમાન ખાનની લવ-લાઈફ હંમેશા ચર્ચામાં
રિપોર્ટરના પ્રપોઝલનો જવાબ આપતા સલમાન ખાન કહે છે કે ’તમારે મને 20 વર્ષ પહેલા મળવુ જોઈતુ હતું.‘ સલમાન ખાનની લવ-લાઈફ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સલમાન ખાનના ઘણા ડેટિંગના સમાચાર પણ આવાતા હોય છે. સલમાન ખાન આજ સુધી લગ્નના બંધનમાં બંધાયા નથી. એવા એનક જગ્યાએ બનાવો બન્યા છે કે ભાઈજાનને લગ્ન માટે પ્રપોઝલ મળ્યું હોય.

બોલીવુડના અનેક અભિનેતા-અભિનેત્રીઓ હાજરી આપી હતી
સલમાન ખાન સહિત બોલીવુડના અનેક અભિનેતા-અભિનેત્રીઓ પણ હાજરી આપી હતી. નોરા ફતેહી, કૃતિ સેનન, વરુણ ધવન, વિકી કૌશલ, અભિષેક બચ્ચન સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. IIFA-2023 દરમિયાન નોરા ફતેહીએ રેડ ગાઉનમાં પોતાના ગ્લેમરસ અંદાજમાં હાજરી આપી હતી. સલમાન ‘IIFA રોક્સ ઇવેન્ટ દરમિયાન ગ્રીન કાર્પેટ પર વિકીને ગળે લગાવતા જોવા મળ્યા હતા. શુક્રવારે ટ્રોલ થયા પછી સલમાન ખાન અને વિકી કૌશલનો અકે વીડિયો લાઈમલાઈટમાં આવ્યો હતો.

Most Popular

To Top