Dakshin Gujarat

અંકલેશ્વર હાઇ-વે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર હાઇવે પર UPL ચોકડી નજીક બે હાઈવા વચ્ચે અકસ્માત (Accident) બાદ હાઇવે (Highway) જામ થઈ જતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોકે અકસ્માતમાં કોઈને પણ ઇજા પહોંચી ન હતી. અંકલેશ્વર હાઇવે પર સવારે એક હાઈવા કપચી ભરી પસાર થઈ રહ્યું હતું જે વેળા યુપીએલ ચોકડી પાસે પાછળથી આવતું કપચી ભરેલ બીજું હાઈવા તેની સાથે ભટકાયું હતું.

  • અંકલેશ્વર હાઇ-વે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ વાહનોની લાંબી કતારો લાગી
  • અંકલેશ્વર હાઇવે પર બે હાઈવા વચ્ચે અકસ્માત
  • કપચી ભરેલા હાઈવા પાછળ બીજું હાઈવા ભટકાતા વાહનોની કતારો જામી
  • હાઈવામાં રહેલું મટિરિયલ્સ અન્ય વાહનમાં ખાલી કરી બન્ને વાહનોને હાઇવે પરથી ખસેડવા તજવીજ હાથ ધરી

અંકલેશ્વર હાઈવે પર બે હાઈવા વચ્ચે અકસ્માતના પગલે હાઇવે જામ થઈ ગયો હતો. જોકે બનાવમાં કોઈને પણ ઇજા પહોંચી ન હતી. ટ્રાન્સપોર્ટ સંચાલકોએ અન્ય માણસો મોકલી અકસ્માત ગ્રસ્ત હાઈવામાં રહેલું મટિરિયલ્સ અન્ય વાહનમાં ખાલી કરી બન્ને વાહનોને હાઇવે પરથી દૂર ખસેડવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે પણ ટ્રાફિકજામને દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. બે હાઈવા વચ્ચેના અકસ્માતમાં અન્ય વાહન ચાલકોને કેટલાય સમય સુધી ચક્કજામમાં ફસાઈ રહેવાનો વારો આવ્યો હતો. બન્ને વાહનો હાઇવે પરથી દૂર કરાતા ટ્રાફિક નિયમિત થયો હતો.

ખેતરે જતાં આઘેડને ધોરણપારડી હાઈવે પર બસના ચાલકે અડફેટે લેતા મોત
કામરેજ: ઘોરણપારડી રહેતા મજુરને નેશનલ હાઈવે નંબર 48 પર બસના ચાલકે અડફેટમાં લેતા ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું. મુળ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના હલ ગામે આંગળવાડી ફલીયાના રહેવાસી અને હાલ કામરેજના ધોરણપારડી ખાતે પટેલ ફળીયામાં રહેતા ખેડુત કમલેશભાઈને ત્યાં રહીને ખેતરમાં મજૂરી કામ કરતા નાથુભાઈ નાનુભાઈ કાથુડીયા (ઉ.વ.55) સવારે 7.00 કલાકે ખેતરમાં કામ પર જાવ છું તેમ કહીને નીકળ્યા હતા. ધોરણપારડી ગામની હદમાં અમદાવાદ થી મુંબઈ જતાં નેશનલ હાઈવે નંબર 48 પર અશોક લેલનની ટ્રક નંબર જીજે 14 ઝેડ 1600ના ચાલકે નાથુભાઈને ટકકર મારી અડફતમાં લેતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજયુ હતું. આ ઘટના બનતા બસનો ચાલક નાસી છુટયો હતો. જે અંગે મરનારના પુત્ર અનીલે બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top