SURAT

ડીંડોલીના રાજમહલ મોલમાં ઓનલાઈન કિક્રેટ સટ્ટા રેકેટ ઝડપાયું, ચારની ધરપકડ

સુરત : ડીંડોલી ખાતે આવેલા રાજમહલ (Rajmahal) શોપિંગ સેન્ટરની (Shopping Center) 3 દુકાનોમાં દરોડાની કાર્યવાહી ઇકોનોમી સેલ દ્વારા કરવામાં આવી હતી. તેમાં હાલમાં ક્રિકેટમાં (Cricket) ચાલતા ઓન લાઇન સટ્ટાના (Online betting) તમામ બેંક ખાતાના ટ્રાન્જેકશનના પાનકાર્ડ, કમ્પ્યૂટર પર બનાવેલા ફ્રોડ આધાર કાર્ડ, 90 બેંક એકાઉન્ટ, 80 સીમકાર્ડ, 38 આધારકાર્ડ 17 જેટલી પેઢીના સિક્કા તથા કરારનામા, 53 ડેબીટ કાર્ડનો જથ્થો ઇકોનોમી સેલના (eco Cells) હાથમાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.મોટાભાગના આ તમામ પૂરાવાઓ બોગસ ઉભા કરીને તેના મારફત કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટાના બેંક ટ્રા્ન્જેકશન કરવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે.

  • એક બેંક એકાઉન્ટ પર 40000 રૂપિયા આપી બેનંબરના કરોડો રૂપિયાના વ્યવહાર માટે વાપરતા હતા
  • મકસરવાળા ભાઇઓ દ્વારા જે લોકો તેમના બેંક ખાતાની પાસબુક અને ચેક બુક વાપરવા આપતા હતા તે લોકોને
  • મહિનાનું 40000 ભાડુ આપતા હોવાની વિગત જાણવા મળી છે. તેને કારણે સંખ્યાબંધ લોકોએ તેમના બેંક ખાતા
  • વાપરવા આપ્યા હોવાની વિગત જાણવા મળી છે. આવા 90 બેંક એકાઉન્ટની વિગત પોલીસના હાથમાં આવી ચડી છે.

વ્યવહારોની વિગત ઇકોનોમી સેલના હાથમાં આવી ચડી
ક્રિકેટના બેટીંગમાં વોટસઅપ ગ્રુપમાં ચાલતા બેંક ટ્રાન્જેકશનની તમામ વિગતો હાથમાં આવી જતા હાલમાં કરોડો રૂપિયાના વ્યવહારોની વિગત ઇકોનોમી સેલના હાથમાં આવી ચડી છે. દરમિયાન આ મામલે પોલીસ ઇન્સ્પેકટર એબી બલોચે જણાવ્યું કે તેઓ દ્વારા રાજમહલ મોલ પર દરોડા કાર્યવાહી કરવામાં આવી તેમાં હુસેન કૌશર મકાસરવાળા, હુફેઝા, કૌશર મકસરવાળા, ઋષિરાજ શિંદે, કૌશર મકાસરવાળાની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સોએ ફ્રોડ આધારા કાર્ડ અને પાન કાર્ડ કમ્પ્યૂટર પર બનાવવામાં આવ્યા હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત અલગ અલગ પેઢીઓના ફ્રોડ દસ્તાવેજ બનાવ્યા હોવાના પૂરાવા આ લોકો પાસેથી મળી આવ્યા હતા. દરમિયાન પોલીસના દરોડોની ભાળ મળતા મુખ્ય પૂરાવા રૂપે લેપટોપનો ચાર આરોપીઓ દ્વારા નાશ કરવામાં આવ્યો હોવાની વિગત પોલીસે જણાવી છે.

ફાયનાન્શિયલ ટ્રાન્જેક્શન માટે યુક્રેનના ફોન નંબરનો ઉપયોગ કરાયો
ક્રિકેટના બેટીંગ સટ્ટામાં યુક્રેનના સિમકાર્ડ મળી આવ્યા છે. આ સિમકાર્ડ પરથી ઓન લાઇન ટ્રાન્જકશનની તમામ વિગતો વોટસઅપ ગ્રુપમાં અપાતી હોવાની પોલીસને શંકા છે. દરમિયાન સંખ્યાબંધ વેપારીપેઢીઓ ફ્રોડ બનાવીને તેના નામે કરોડો રૂપિયાના ટ્રાન્જકશન કરવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે. cbtf247.com , teamb2c, t20 exchange નામની ઓન લાઇન સાઇટ મારફત લાખ્ખો રૂપિયાના વ્યવહારો કરાયા હોવાની ઇકોનોમી સેલને શંકા છે.

  • એક બેંક એકાઉન્ટ પર 40000 રૂપિયા આપી બેનંબરના કરોડો રૂપિયાના વ્યવહાર માટે વાપરતા હતા
    મકસરવાળા ભાઇઓ દ્વારા જે લોકો તેમના બેંક ખાતાની પાસબુક અને ચેક બુક વાપરવા આપતા હતા તે લોકોને મહિનાનું 40000 ભાડુ આપતા હોવાની વિગત જાણવા મળી છે. તેને કારણે સંખ્યાબંધ લોકોએ તેમના બેંક ખાતા વાપરવા આપ્યા હોવાની વિગત જાણવા મળી છે. આવા 90 બેંક એકાઉન્ટની વિગત પોલીસના હાથમાં આવી ચડી છે.

Most Popular

To Top