Gujarat

રાજકોટ: TVSના શો રૂમમાં લાગી ભીષણ આગ, બાઈક અને કાર બળીને ખાખ

રાજકોટ: રજકોટના (Rajkot) ગોંડલ (Gondal) રોડ પર આવેલા TVSના શો રૂમમાં ભીષણ આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. શો રૂમમાં મૂકવામાં આવેલી કાર (car) અને બાઈક (Bike) બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ ક્યા કારણોસર લાગી છે તે હજી જાણી શકાયું નથી.

મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા TVSના શો રૂમમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકારળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને શો રૂમ ભડકેને ભડકે બળવા લાગ્યો હતો. સ્થાનિકાના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે TVSના શો રૂમમાંથી ધૂમાડા નીકળવાનું શરૂ થતા લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. જોત જોતામાં તો શો રૂમ ભડકે ભડકે બળવા લાગ્યો હતો. શો રૂમની અંદર કાર અને બાઈક સહિત ફર્નિચર સળગી રહ્યો હતો. જેના પગલે સ્થાનિકોમાં ભાગદોડ મચી ગઈ હતી.

સ્થાનિક પાસે મળતી માહિતી અનુસાર આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આગના ગોટા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આજુ બાજુની દુકાનો પણ આગના લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. હાલમાં આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આજથી 4 મહિના પહેલા પણ ગોંડલમાં બાઈકના શોરૂમમાં રાત્રિના સમયે આગ લાગી ઉઠી હતી. મોડી રાત્રે બાઈકની દુકાનમાંથી ધુમાડો નિકળતા હતા, જેને પગલે ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ભીષણ આગમાં 7 બાઈક બળીને ખાખ થઈ જતો મોટું નુકસાન થયું હતું. આ અગાઉ પણ BRTS બસમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.

રાજકોટમાં કણકોટ રોડ પર સીટી બસ સળગી ઊઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાજકોટના(Rajkot) મવડીથી કણકોટ (Kankot) જતા રસ્તા પર અચાનક જ સિટી બસમાં (City Bus) આગ (Fire) લાગવાનો બનાવ બન્યો હતો. જોકે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ થતાં ટળી હતી. સિટી બસમાં કેટલા મુસાફરો સવાર હતા તે હજી સામે આવ્યું નથી. સાથે જ કોઈ જાનહાનિના પણ સમાચાર સામે આવ્યા નથી. ફાયર વિભાગની ગાડી આગ પર કાબૂ મેળવવા પહોંચે તે પહેલા જ સિટી બસના કર્મીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

Most Popular

To Top