SURAT

સુરતમાં ફટાકડાનાં જોખમી સ્ટોલ: આ વર્ષે તો આકડો 500ને પાર, તંત્ર ઊંઘમાં

સુરત : દર વર્ષે દિવાળી(Diwali)ના સમયે ઠેક ઠેકાણ મનપાના ફાયર વિભાગની પરવાનગી નહીં હોવા છતા બિલાડીના ટોપની જે ફટાકડા(Fire Cracker)ના સ્ટોલ(Stall) ઉભા થઇ જાય છે. અને દર વર્ષે નાના-મોટી આગ(Fire)ના બનાવો(Incident) બને છે પણ ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટિના નિયમોનું પાલન થતુ નથી. ત્યારે રવિવારે રામનગરમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા સાથે ફરી એકવાર જાહેર રસ્તા પર ખુલ્લેઆમ ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરનારા વેપારીઓ સામે તંત્ર દ્વારા થતા આંક આડા કાનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

  • તંત્રના નાક નીચે જ જાહેરમાં ફટાકડાનું જોખમી વેચાણ
  • ગયા વરસે શહેરમાં ફટાકડાના 190 સ્ટોલ સામે આ વર્ષે 318 થી વધુ સ્ટોલ માટે પરવાનગી અપાઇ
  • શહેરમાં આ વર્ષે 500થી વધુ સ્ટોલ દેખાઇ રહ્યાં છે પણ તંત્રવાહકોના આંખ આડા કાન
  • ફાયર વિભાગની પરવાનગી વગર બિલાડીના ટોપની જેમ ઊભા કરી દેવાયેલા ફટાકડાના સ્ટોલ

શહેરમાં અનેક જગ્યાએ ગીચતાવાળી જગ્યા અને ખાણીપીણીના પોઇન્ટની આજુબાજુમાં પણ બેફામ રીતે ફટાકડાનું વેચાણ થઇ રહ્યુ છે. આજુબાજુમાં જ્વલનશીલ પદાર્થો હોવા છતા ફાયર સેફ્ટિના નિયમોને નેવે મુકી ફટાકડા વેચાતા હોય દિવાળી દરમિયાન શહેરમાં આગની મોટી દુર્ઘટનાનુ જોખમ સતત જળુંબતુ રહે છે. ગયા વરસે શહેરમાં ફટાકડાના 190 સ્ટોલ મંજુરી સાથે થયા હતા. જ્યારે આ વર્ષે 318 થી વધુ સ્ટોલ માટે પરવાનગી આપાઇ છે. પરંતુ 500થી વધુ સ્ટોલ દેખાઇ રહ્યા છે. અને તંત્રવાહકો સુચક રીતે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે.

ક્યાં ક્યા છે ગેરકાયદે ફટાકડાના સ્ટોલ

  • રાંદેર ઝોનમાં સ્ટાર બજારથી એલ.પી. સવાણી રોડ પર ખાણી પીણીની અનેક લારીઓ અને ખુમચાઓની આસપાસ
  • વરાછા વિસ્તારમાં માતાવાડી, સવાણી એસ્ટેટ, માનગઢ ચોક, ગીંતાજલીથી કાપોદ્રા સુધી, પુણા સીતાનગર ચોક અને તેની આસપાસ
  • સરથાણા ઝોનમાં ઉત્રાણ વીઆઇપી સર્કલની આસપાસ, સુદામા ચોક, લજામણી ચોક
  • કતારગામ ઝોનમાં પારસ માર્કેટની આસપાસ, અંબિકા નગર રોડ, કતારગામ આરોગ્ય કેન્દ્રની આસપાસ, ગજેરા સર્કલથી કાંસા નગર, અમરોલી ચાર રસ્તા, વેડરોડ
  • ઉધના વિસ્તારમાં ઉધના મેઇન રોડ, પાંડેસરા પિયુષ પોઇન્ટની આસપાસ, બમરોલી રોડ
  • અઠવા ઝોનમાં અલથાણ ટેર્નામેન્ટની આસપાસ, ભટાર ચાર રસ્તાથી અલથાણ, મજુરા ફાયર સ્ટેશનથી ભટાર જતા રોડ
  • સેન્ટ્રલ ઝોનમાં આખા રાજમાર્ગ પર, ભાગળથી સૈયદપુરા જતા રસ્તા પર, મોતી ટોકીઝની આસપાસ
  • રાંદેર ઝોનમાં રાંદેર ગામ, સુભાષ ગાર્ડનની આસપાસ, રામનગર, એલ પી સવાણી રોડ, ટેકરાવાળા સ્કુલની આસપાસ, અડાજણ પાટીયા

Most Popular

To Top