National

નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા MNS ચીફ રાજ ઠાકરે, કહ્યું- ઝાકિર નાઈક પણ આવું બોલી ચુક્યા છે..

પયગંબર મુહમ્મદ (Prophet Muhammad) પર વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ચારેબાજુ ટીકાનો ભોગ બનેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને એમએનએસના (MNS) વડા રાજ ઠાકરેએ (Raj Thakre) સમર્થન આપ્યું છે. રાજ ઠાકરેએ કહ્યું કે બધાએ નૂપુર શર્મા (Nupur Sharma) પાસેથી માફીની માંગ કરી હતી પરંતુ હું તેમનું સમર્થન કરું છું. તેમણે જે પણ કહ્યું અને જેના પર આટલો બધો હંગામો થયો તે પહેલા ઝાકિર નાઈક (zakir Naik) પણ બોલી ચૂક્યા છે. જોકે કોઈએ ઝાકિર નાઈક પાસેથી માફીની માંગણી કરી નથી.

  • જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને એમએનએસના વડા રાજ ઠાકરેએ સમર્થન આપ્યું
  • ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ પ્રોફેટ મુહમ્મદ પર કરેલી ટિપ્પણી બાદ દેશભરમાં વિરોધ થયો હતો
  • ગલ્ફ દેશોએ પણ આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી હતી
  • રાજ ઠાકરેએ AIMIM સાંસદ અકબરુદ્દીન ઓવૈસી પર દેવી-દેવતાઓના અપમાન બાબતે ગુસ્સો ઠાલવ્યો
  • રાજ ઠાકરેએ કહ્યું- ઝાકિર નાઈક પાસેથી માફીની માંગણી કરી નથી

થોડા મહિના અગાઉ એક ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ પ્રોફેટ મુહમ્મદ પર કરેલી ટિપ્પણી બાદ દેશભરમાં વિરોધ થયો હતો. કેટલાક ગલ્ફ દેશોએ પણ આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી હતી. બાદમાં ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. નુપુર શર્માના નિવેદનના વિરોધમાં તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ મળી હતી અને ઘણા શહેરોમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. 10 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે દેશના અલગ-અલગ શહેરોમાં નોંધાયેલી તમામ FIRને ક્લબ કરીને દિલ્હી પોલીસને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો. નુપુર શર્મા આ બાબતે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

રાજ ઠાકરેએ AIMIM સાંસદ અકબરુદ્દીન ઓવૈસી પર દેવી-દેવતાઓના અપમાન બાબતે ગુસ્સો ઠાલવ્યો હતો. નોંધનીય છે કે હિપ સર્જરીના લગભગ ત્રણ મહિના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે આગામી નાગરિક ચૂંટણી પહેલા ફરી રાજકીય રીતે સક્રિય થયા છે. રાજ ઠાકરેએ એક દિવસ પહેલા તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ માત્ર નાગરિક ચૂંટણી જ નહીં પરંતુ 2024ની વિધાનસભા અને સંસદની ચૂંટણીઓ માટે પણ વ્યૂહરચના ઘડવા માટે શ્રેણીબદ્ધ પરામર્શ કરી રહ્યા છે.

Most Popular

To Top