National

છત્તીસગઢમાં 65 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા 10 વર્ષના બાળકને 100 કલાક બાદ બચાવી લેવાયો

છત્તીસગઢ: છત્તીસગઢ(Chhattisgarh)માં છેલ્લા 4 દિવસથી બોરવેલ(Borewell)માં ફસાયેલા 10 વર્ષના બાળક(child)ને સલામત પૂર્વક બહાર કાઢવામાં સફળતા મળી છે. રાહુલ નામનો બાળક 10 જૂને બોરવેલમાં પડ્યો હતો. જેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમ(Rescue team) છેલ્લા 100 કલાકથી વધુ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી સલામત રીતે બહાર કાઢ્યો હતો. રાહુલને સારવાર માટે એપોલો હોસ્પિટલ બિલાસપુર મોકલવામાં આવ્યો હતો.

  • રેસ્ક્યુ ઓપરેશન 100 કલાકથી વધુ ચાલ્યું, સેનાના 25 અધિકારીઓ જોડાયા
  • રાહુલને સારવાર માટે એપોલો હોસ્પિટલ બિલાસપુર મોકલવામાં આવ્યો
  • 10 જૂને બોરવેલમાં પડ્યો હતો બાળક

છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લાના પિહરીદ ગામમાં બોરવેલમાં પડેલા 10 વર્ષીય રાહુલને 100 કલાકથી વધુ ચાલેલા બચાવ અભિયાન બાદ ટીમને સફળતા મળી છે અને આ બાળકને બચાવી લેવામાં આવ્યો છે. લગભગ 65 ફૂટ ઊંડા ખાડામાં ઉતરેલી રેસ્ક્યુ ટીમે ઘણી જહેમત બાદ રાહુલને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. રાહુલને બોરવેલમાંથી બહાર કાઢવા માટે સુરંગ બનાવવામાં આવી હતી. સુરંગ બતાવતી વખતે વારંવાર વચ્ચે માટીના ખડકો આવી જતા મુશ્કેલી ઉભી થઇ હતી. 4 દિવસ સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. અંતે આ ઓપરેશનને પાર પાડીને રેસ્ક્યુ ટીમે રાહુલને બચાવી લઇ તેને નવું જીવન આપ્યું હતી. રાહુલને બહાર કાઢ્યા બાદ ત્યાં હાજર મેડિકલ ટીમે તેની તબિયતની તપાસ કરી હતી. ત્યારબાદ રાહુલને સારી સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવીને એપોલો હોસ્પિટલ બિલાસપુર મોકલવામાં આવ્યો હતો.

રાહુલ સુધી પહોંચવા માટે ટનલ બનાવવી પડી
NDRF અને સેના સાથે મળીને જિલ્લા વહીવટી તંત્રે બોરવેલ સુધી ડ્રિલિંગ કરીને પહોંચવા માટે ટનલ બનાવી હતી. ટનલિંગ દરમિયાન અનેક મજબૂત ખડકોના કારણે આ અભિયાનમાં અવરોધ ઊભો થયો હતો. જો કે, 104 કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ બચાવ અભિયાનમાં રાહુલ સાહુને જીવતા બહાર કાઢવામાં આવતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

સેનાના 25 અધિકારીઓ રેસ્ક્યુ ઓપરેશનમાં હતા તૈનાત
આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા આર્મી ઓફિસર ગૌતમ સૂરીએ કહ્યું કે આ ખૂબ જ પડકારજનક ઓપરેશન હતું. ટીમના સભ્યોના સંયુક્ત પ્રયાસોએ રાહુલને સફળતાપૂર્વક બચાવી લીધો. આપણા બધા માટે આ એક મોટી સફળતા છે. અહીં લગભગ 25 આર્મી ઓફિસર તૈનાત હતા.

રાહુલ 10 જૂને બોરવેલમાં પડ્યો હતો
વાસ્તવમાં, તે તેના ઘરની નજીક એક ખુલ્લા બોરવેલમાં ફસાઈ ગયો હતો. 10 જૂને બપોરે લગભગ 2 વાગ્યે અચાનક આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમયસર ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તે બાળકને પહોંચાડવામાં આવી હતી. કેમેરા લગાવીને બાળકની ગતિવિધિઓ પર નજર રાખવાની સાથે તેના પરિવારના સભ્યો બોરવેલમાં ફસાયેલા રાહુલ પર નજર રાખીને તેનું મનોબળ વધારતા હતા.

મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાહુલને બોરવેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું કે “દરેકની પ્રાર્થના અને બચાવ ટીમના અવિરત, સમર્પિત પ્રયાસોથી, રાહુલ સાહુને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા છે. અમે તેમને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ,”

Most Popular

To Top