National

જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે લીધી સમાધિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, રાષ્ટ્રધ્વજ અડધા માસ્ટ પર

ઈન્દોર: છત્તીસગઢના (Chhattisgarh) ડોંગરગઢમાં જૈન સમાજના (Jain society) રત્ન આચાર્ય વિદ્યાસાગર મહારાજે દિગમ્બર મુનિ પરંપરા મુજબ સમાધિમાં (Samadhi) દેહત્યાગ કર્યો હતો. આચાર્ય વિદ્યાસાગરે 3 દિવસ અગાઉ સમાધિ મૃત્યુની પ્રક્રિયા શરૂ કરી હતી અને અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરીને અખંડ મૌન વ્રત લીધું હતું. તેમનો જન્મ 10 ઓક્ટોબર 1946ના રોજ શરદ પૂર્ણિમાના દિવસે કર્ણાટકના (Karnataka) સદલગા ગામમાં થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ દિગંબર મુનિ પરંપરાના આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજે શનિવારે રાત્રે 2.35 કલાકે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરિ તીર્થ ખાતે દેહ છોડ્યો હતો. પૂર્ણ જાગૃતિની સ્થિતિમાં તેમણે આચાર્ય પદનો ત્યાગ કર્યો હતો. તેમજ 3 દિવસ માટે ઉપવાસ કર્યા અને અખંડ મૌન પાળ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યા હતો. તેમના નિધનના સમાચાર મળતા જ જૈન સમાજના લોકો ડોંગરગઢમાં ભેગા થવા લાગ્યા છે. તેમજ તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 1 કલાકે કરવામાં આવશે.

ઈન્દોર એકમાત્ર એવું શહેર છે જ્યાં આચાર્ય શ્રી વિદ્યાસાગર જી મહારાજે તેમનું મોટા ભાગનું સંત જીવન વિતાવ્યું છે. તેમના 56 વર્ષના તપસ્વી જીવનમાં તેમણે 10 મહિનાથી વધુ સમય ઈન્દોરમાં વિતાવ્યો હતો. 19 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ તેઓ વર્ષ 2020 માં અહિલ્યાના શહેર ઇન્દોર પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઇન્દોરના ભક્તોનું સૌભાગ્ય એવું હતું કે તેમને 300 થી વધુ દિવસો સુધી ગુરુનો સંગ મળ્યો હતો.

પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મોદીએ પોતાના X હેન્ડલ ઉપર પોસ્ટ કરતા કહ્યું કે “મને વર્ષોથી તેમના આશીર્વાદ મેળવવાનું સન્માન મળ્યું છે. હું ગયા વર્ષના અંતમાં ડોંગરગઢ, છત્તીસગઢમાં ચંદ્રગિરી જૈન મંદિરની મારી મુલાકાતને ક્યારેય ભૂલી શકતો નથી. તે સમયે મેં આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જી મહારાજ જી સાથે સમય વિતાવ્યો હતો.

અડધા દિવસની રજા જાહેર કરી
આચાર્ય વિદ્યાસાગર મહારાજના નિધન પર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધા માસ્ટ પર રહેશે અને રાજ્યના કાર્યો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં.

કોરોના સંક્રમણને કારણે ઈન્દોરને સારું નસીબ મળ્યું
વર્ષ 2020માં જ્યારે આચાર્ય વિદ્યાસાગર ઈન્દોર આવ્યા ત્યારે કોરોનાને કારણે લોકડાઉન હતું. જેના કારણે ઈન્દોરના લોકો ગુરુનો આ પ્રેમ મેળવી શક્યા. જૈન સમુદાયના સભ્યોનું કહેવું છે કે ઈન્દોરને ગુરુ પ્રત્યે અપાર સ્નેહને કારણે આ સૌભાગ્ય મળ્યું.

Most Popular

To Top