Sports

CWZ-2022: ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુએ ગોલ્ડ જીત્યો

બર્મિંઘમ: ભારતની (India) સ્ટાર શટલર પીવી સિંધુએ (PV Sindhu) કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. તેણે સોમવારે (8 ઓગસ્ટ) મહિલા સિંગલ્સની (Women Singles) ફાઇનલમાં (Final) કેનેડાની મિશેલ લીને હરાવી હતી. સિંધુએ આ મેચ 21-15, 21-13થી જીતી હતી. તે પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ પહેલા તેણે 2018 ગોલ્ડ કોસ્ટ ખાતે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ત્યાર બાદ તે સિંગલ્સમાં સાઇના નેહવાલ સામે ફાઇનલમાં હારી ગઇ હતી.

પ્રથમ ગેમનો રોમાંચ
પીવી સિંધુએ પ્રથમ ગેમમાં શાનદાર શરૂઆત કરી હતી. તેઓએ 4-2ની સરસાઈ મેળવી હતી, પરંતુ મિશેલ લીએ ઝડપી વાપસી કરીને સ્કોર બરાબર કર્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. પ્રથમ ગેમમાં સિંધુ બ્રેક સુધી 11-10થી આગળ હતી. સિંધુએ બ્રેક બાદ તરત જ પાંચ પોઈન્ટની લીડ મેળવી લીધી હતી. સ્કોર 17-12 થયો. મિશેલ લીએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિંધુએ આક્રમક રીતે શૂટ કરવાનું ચાલુ રાખ્યું. તેણે પ્રથમ ગેમ 21-15થી જીતી હતી.

સિંધુનો પાવર બીજી ગેમમાં દેખાડવામાં આવ્યો
બીજી ગેમમાં મિશેલ લીને પહેલો પોઈન્ટ મળ્યો. જે બાદ સિંધુએ વાપસી કરી હતી. તેણે પોતાની સ્ટ્રેન્થનો ઉપયોગ કરીને બે કે ત્રણ જબરદસ્ત સ્મેશ માર્યા. લી પાસે તેનો કોઈ જવાબ નહોતો. તે બ્રેક સુધી 11-6થી આગળ હતી.

પીવી સિંધુની સિદ્ધિઓ
પીવી સિંધુએ 2016 ઓલિમ્પિકમાં સિલ્વર અને 2020 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે જ તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ મેડલ જીત્યા છે. તેણે 2019માં ગોલ્ડ, 2018 અને 2017માં સિલ્વર અને 2013-2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં સિંધુએ મહિલા ટીમ સાથે 2018માં સિલ્વર અને 2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિંધુએ કોમનવેલ્થમાં ટીમ ઈવેન્ટમાં એક સિલ્વર, એક બ્રોન્ઝ અને એક ગોલ્ડ મેડલ પણ પોતાના નામે કર્યો છે. તેણે 2014માં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

સિંધુ એકવાર BWF વર્લ્ડ ટૂર જીતી ચૂકી છે અને એક વખત રનર્સઅપ રહી હતી. ઈન્ડિયા ઓપન સુપર સિરીઝમાં તે 2017માં ચેમ્પિયન બની હતી અને 2018માં રનર-અપ રહી હતી. 2016માં તેણે ચાઈના ઓપન પણ જીતી હતી. સિંધુએ 2017માં કોરિયા ઓપન સુપર સિરીઝ પણ જીતી છે.

Most Popular

To Top