Entertainment

સફળતા માટેની ‘પૂજા’

પૂજા હેગડેને સમજાતું નથી કે પહેલી જ ફિલ્મની નિષ્ફળતાવાળી ઇમેજ બદલવા તેણે કેટલી સફળ ફિલ્મો આપવી પડશે. તેણે કારકિર્દીની શરૂઆત તમિલ અને તેલુગુ ફિલ્મોથી કરેલી અને અત્યારે પણ હિન્દી ફિલ્મોની સામે તેલુગુ ફિલ્મોનો તેનો આંકડો જ મોટો છે. તેની આવી રહેલી ૯ ફિલ્મોમાં ય તમિલ, તેલુગુ ફિલ્મો છે. અત્યારે તેની નજર ‘સરકસ’ પર છે. રણવીરસીંઘના ડબલ રોલમાંથી એકની પત્ની તે બની છે. બહુ મોટી ભૂમિકા તો નહીં હશે પણ રોહિત શેટ્ટીની ફિલ્મ છે તો તે વધારે આશા રાખી શકે. તેની ‘રાધેશ્યામ’ ગયા વર્ષે રજૂ થઇ હતી અને પ્રભાસ જેવા સ્ટાર સાથેની ફિલ્મ હતી પણ પ્રેક્ષકોને રીઝવવામાં એ ફિલ્મ સફળ નહોતી રહી. તે પહેલાં ૨૦૧૯ માં તે મલ્ટી સ્ટાર ‘હાઉસફૂલ-4’ માં ડબલ રોલ કરી ચૂકી છે પણ હજુ તે જોરદાર કમબેક નથી કરી શકી. પણ તે હવે થોડી વધુ આશા કરી શકે છે કારણકે સલમાન ખાન સાથેની ‘કિસીકા ભાઇ કિસીકી જાન’ આવનારી ઇદે રજૂ થવાની છે. 

પૂજાને શરૂઆતથી જ સારા દિગ્દર્શકો સાથેની ફિલ્મ મળી છે પણ છતાં માર ખાઈ ગઇ છે. હવે તેનું ભાગ્ય બદલવા પૂરી જગન્નાથની ‘જનગણમન’ પણ છે જે વિજય દેવરકોન્ડા અને જહાન્વી કપૂર સાથેની છે. અન્ય એક ફિલ્મ પંકજ ત્રિપાઠી, પવન કલ્યાણ સાથેની ‘ઉસ્તાદ ભગતસીંઘ’ છે. તે સાઉથ ભેગી હિન્દીમાં રજૂ થઇ શકે છે. એ જ રીતે અલ્લુ અર્જુન સાથેની ‘આઇકોન’ પણ હિન્દીમાં રજૂ થશે તો પૂજાને લાભ થશે. અલબત્ત, એ બધું ત્યારે થશે જયારે તેની ‘સરકસ’ અને ‘કિસી કા ભાઇ કીસી કી જાન’ સફળ થશે. બાકી તે મોટા બેનરની સ્ટાર હીરોઇન તરીકે સાઉથમાં તો સિકકો લગાવડાવી ચૂકી છે.  અહીં ટોપ પર ન રહો તો સરેરાશ ગણાવું પડે છે. મારે એ કેટેગરીમાં મને ગોઠવવી નથી. સાઉથના બધા ટોપના સ્ટાર સાથે ફિલ્મો આવી ચૂકી છે અને હિન્દીમાં પણ ઋતિવક રોશનથી શરૂ કરી રણવીર સીંઘ, સલમાન ખાન સાથે કામ કરું છું. સારા પરિણામની આશા રાખું તો તે લોજીકલ છે. સાઉથમાં વ્યવસાયી રીતે ખૂબ સફળ રહ્યા પછી હિન્દીમાં પણ સફળ જઇશ. આવનારી ફિલ્મો પર નજર રાખજો. •

Most Popular

To Top