Entertainment

પાપા નિક જોનસના કોન્સર્ટમાં ચીયર કરતી જોવા મળી માલતી, ચાહકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં જ જોનસ બ્રધર્સ કોન્સર્ટમાં માલતી (Malti) સાથે જોવા મળી હતી. આ સમય દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં માલતી તેના પિતા નીક જોનસને (Nick Jonas) ગાતા જોઈને તેને ચીયર અપ કરતી જોવા મળે છે. માલતીના આ વીડિયો પર ચાહકો પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ એક વીડિયોમાં માલતી પ્રેશકોને પર હાથ હલાવી ગ્રીટ કરતી જોવા મળી રહી છે.

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા તેના કામની સાથે સાથે તેની પુત્રી માલતી મેરીના ઉછેર પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે. તેના વ્યસ્ત કામકાજી જીવન વચ્ચે તે હંમેશા તેની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે સમય શોધે છે. હવે તાજેતરમાં દેશી ગર્લે તેની પ્રિય દીકરી સાથે તેના પતિ નિક જોનસના કોન્સર્ટમાં હાજરી આપી હતી જેની તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો દેશી ગર્લની દીકરીની અદાઓ પર ઘણો પ્રેમ વરસાવતા જોવા મળે છે.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે પ્રિયંકા ચોપરા ફ્લોરોસેન્સ પિંક મિની ડ્રેસ પહેરેલી અને માલતીને તેના ખોળામાં પકડીને જતા જોવા મળી રહી છે. આ દરમિયાન માલતી સફેદ રંગનું ફ્રોક પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં માલતી પોતાની માતાને જોયા બાદ ત્યાં હાજર ચાહકોને હાથ હલાવીને હેલો કહેતી તેમજ ગ્રીટ કરતી જોવા મળે છે. આ દરમિયાન માલતી પણ હસતી અને ઈવેન્ટને એન્જોય કરતી જોઈ શકાય છે. માલતીની આ ક્યુટનેસ જોઈને ચાહકો તેની અદાઓ પર ચીચીયારી બોલાવી તેના ફોટો લે છે.

આ વીડિયો સિવાય નિક જોનાસના કોન્સર્ટમાંથી માલતી અને પ્રિયંકાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નિક જોનસના કોન્સર્ટમાં પ્રિયંકા દીકરી માલતીને ખોળામાં લઈને સ્ટેજ પાસે ઉભી છે. આ દરમિયાન નિક સ્ટેજ પર પરફોર્મ કરતો જોવા મળે છે. તેના પિતાને ગાતા જોઈને તેની પુત્રી માલતી તેને ચીયર અપ કરતી જોવા મળે છે. આ દરમિયાન માલતીના ચહેરા પર ખુશી જોવા મળે છે. આ દરમિયાન માલતીને તાળીઓ પાડતી અને ડાન્સ કરતી પણ જોઈ શકાય છે. જ્યારે નિક જોનસ માલતીની નજીક આવે છે ત્યારે તે સ્ટેજ પર જવાની અને માઈક પકડવાની માસૂમ કોશીશ કરે છે. જે પછી નિક તેના કપાળ પર કિસ કરે છે અને પ્રિયંકા તેને પોતાની બાહોમાં લઈ લે છે.

Most Popular

To Top