National

મમતાના સલાહકાર અલપનની ધરપકડ કરવાની તૈયારી, કારણદર્શક નોટિસ જારી

કેન્દ્ર સરકારે (central govt) પશ્ચિમ બંગાળ (west Bengal)ના પૂર્વ મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય (secratery bandopadhyay)ને કારણદર્શક નોટિસ (notice) મોકલી છે. કેન્દ્ર સરકારે ત્રણ દિવસમાં તેનો જવાબ માંગ્યો છે. આ ઉપરાંત અલપન વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 (બી) પણ લાગુ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વડા પ્રધાન મોદી (Pm modi)ની બેઠકમાં મોડા પહોંચવા બદલ બંદોપાધ્યાયને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. 

આખરે શું હતી કેન્દ્રએ 15 મિનિટ રાહ જોવાની કહાની

કેન્દ્ર સરકારે એક પત્ર (Letter of central govt)માં લખ્યું છે કે “પીએમ મોદી ચક્રવાત યાસ (Cyclone yaas)થી પ્રભાવિત વિસ્તારોની હવાઈ પ્રવાસ (Air survey) કરવા કલાઇકુંડા એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. આ પછી અહીં પીએમ મોદી સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Cm benarji) અને મુખ્ય સચિવની બેઠક થવાની હતી. ત્યારબાદ પીએમ મોદીએ મીટિંગ રૂમમાં અધિકારીઓ માટે 15 મિનિટ રાહ જોવી પડી હતી. આ પછી અધિકારીઓએ મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીને બોલાવ્યા અને પૂછ્યું કે તેઓ આ બેઠકમાં ભાગ લેશે કે નહીં. જો કે, મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી બેઠક પર પહોંચ્યા અને તરત જ રવાના થયા. આને પીએમ મોદીની સમીક્ષા બેઠકમાં ગેરહાજર હોવું જ માનવામાં આવશે.”

કેન્દ્રએ કહ્યું કે વડા પ્રધાન મોદી રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ પણ છે અને અલપન બંદોપાધ્યાયની આ કાર્યવાહી કાયદેસર રીતે આપવામાં આવેલી માર્ગદર્શિકાની વિરુદ્ધ હતી. તેથી, આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમની કલમ 51 (બી) પણ અલપન બંદોપાધ્યાય પર લાદવામાં આવી હતી. કેન્દ્રીય અધિકારીઓએ કહ્યું કે અમે અલપન બંદોપાધ્યાયને પૂછ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 (બી) લાદીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ.  ત્યારે હાલ આ તમામ રાજકરણ વાવાઝોડાની મિટિંગ બાદનું છે, જો કે વાવાઝોડું ક્યારનું વિસરી ગયુ છે, પણ હાલ બંગાળ અને કેન્દ્ર સરકાર સામસામે આવી જતા રાજકારણમાં વાવાઝોડું ઉભું થયું છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 (બી) શું છે?
 કેન્દ્ર અને રાજ્યના કોઈપણ અધિકારી અથવા આ સરકારો દ્વારા અધિકૃત કોઈપણ વ્યક્તિના કાર્યને યોગ્ય કારણ વિના અવરોધિત કરવા માટે કાર્યવાહી કરી શકાય છે. આ સિવાય જો કેન્દ્ર, રાજ્ય, રાષ્ટ્રીય સમિતિ અથવા રાજ્ય સમિતિ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શિકાનું પાલન ન કરવામાં આવે તો કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે. આ કાયદા હેઠળ એક વર્ષની જેલ અથવા દંડ અથવા બંને લાદવામાં આવી શકે છે. 

Most Popular

To Top