National

અચાનક દોડતી ટ્રેનના બે ભાગ પડી ગયા, એન્જિન એકલું દોડી ગયું અને કોચ..

લખનૌ: પ્રયાગરાજમાં (Prayagraj) મોટી દુર્ઘટના થતા બચી ગઈ. અહીં પ્રયાગરાજથી લખનૌ તરફ જતી ગંગા ગોમતી એક્સપ્રેસ ટ્રેનનું (Ganga Gomati Express Train Accident) એન્જિન (Engine)છુટું પડી ગયું હતું. ટ્રેનના બે ભાગલા પડી ગયા હતા. એન્જિન એકલું આગળ દોડી ગયું હતું, જ્યારે મુસાફરો (Passenger) સાથે બાકીના કોચ અલગ થઈ ગયા હતા. લાંબો સમય સુધી ટ્રેનના કોચ ટ્રેક પર પડી રહ્યાં હતાં. મુસાફરો ટ્રેનની નીચે ઉતરી ગયા હતા. રાહતની વાત એ છે કે ટ્રેનનો કોચ તૂટ્યો નથી. કે કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

ગંગા ગોમતી એક્સપ્રેસ સવારે 5:40 વાગ્યે પ્રયાગરાજ સંગમથી નીકળી હતી અને લગભગ 6:30 વાગ્યે રામચૌરા સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક એન્જિન અને કોચને જોડતું કપલિંગ તૂટી ગયું હતું. લોકો પાયલટને ઘટનાની જાણ થતાં જ તેણે એન્જિન બંધ કરી દીધું હતું. ટ્રેનનું એન્જિન લગભગ 200 મીટર આગળ અટકી ગયું હતું. માહિતી મળતાં જ ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, લગભગ દોઢ કલાક બાદ ટ્રેનને કપલિંગ ઉમેરીને રવાના કરવામાં આવી હતી.

પ્રયાગરાજથી લખનૌ (Lucknow) જતી બાલી ગંગા ગોમતી એક્સપ્રેસમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે ટ્રેન અચાનક બે ભાગમાં વહેંચાઈ ગઈ. એન્જિન અને બે કોચ આગળ ગયા જ્યારે બાકીના કોચ પાછળ રહી ગયા. ટ્રેન લગભગ દોઢ કલાક સુધી રસ્તાની વચ્ચે ઊભી રહી. પ્રયાગરાજના રામચૌરાની ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રામચૌરાની ઘટના. અહીં પ્રયાગરાજથી લખનૌ જતી ગંગા ગોમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં બચી ગઈ. ચાલતી ટ્રેનમાંથી એન્જીન અલગ થઈ જવાના કારણે મુસાફરો પણ અચંબામાં પડી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી.

જે સમયે આ ઘટના બની તે સમયે ટ્રેનની સ્પીડ ઘણી ઓછી હતી, જેના લીધે કોઈ મોટી દુર્ઘટના બની નથી. ઘટના બન્યા બાદ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટનાને પગલે મુસાફરો અચંબામાં મુકાઈ ગયા હતા. કલાકો સુધી ટ્રેન અને મુસાફરો એન્જિનની રાહ જોતા રહ્યાં હતાં.

કપલિંગ તૂટવાના લીધે બની ઘટના
કહેવામાં આવી રહ્યું છે કે કપલિંગ તૂટવાના કારણે આ ઘટના બની છે. જોકે, આ ઘટનામાં ટ્રેનના કોઈ મુસાફરને ઈજા થઈ નથી. આ સાથે જ મોટી દુર્ઘટના ટળી જતાં રેલવે પ્રશાસન અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેલવેએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. દોઢ કલાક બાદ આખી ટ્રેનને લખનૌ રવાના કરવામાં આવી હતી.

Most Popular

To Top