National

એક વર્ષની સજા ભોગવી રહેલા નવજોત સિંહ સિદ્ધુ 6 મહિનામાં જ મુક્ત થશે! આ છે 3 કારણો

નવી દિલ્હી: પંજાબ (Punjab) કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ અને ધ કપિલ શર્મા શોના જ્જ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એક વર્ષની સજા થઈ છે, અને સિદ્ધુ છેલ્લા 6 મહિનાથી જેલમાં (Jail) સજા ભોગવી રહ્યા છે. 34 વર્ષ જૂના કેસમાં પટિયાલા જેલમાં સજા ભોગવી રહેલા સિદ્ધુને મોટી રહાત મળી શકે છે. અને ગણતંત્ર દિવસાના અવસરે સિદ્ધુ જેલમાંથી બહાર આવી શકે છે.

તમને જણાવી દઈએ કે 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં પટિયાલા જેલમાં એક વર્ષની સજા ભોગવી રહેલા નવજોત સિંહ સિદ્ધુને આ ગણતંત્ર દિવસના અવસરે મોટી રાહત મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં સારા વર્તન અને સારા આચરણના કારણે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધુ ગણતંત્ર દિવસના અવસર પર જેલમાંથી મુક્ત થઈ શકે છે. જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ 6.5 મહિનાની સજા ભોગવી ચૂક્યા છે. નિયમો અનુસાર, તમામ બાબતો સિદ્ધુની તરફેણમાં છે જેથી તેમને રાહત મળી શકે છે.

આ ત્રણ કારણો છે જેલમાંથી મુક્ત થવાનું
જેલ પ્રશાસન દ્વારા પંજાબ સરકારને પ્રજાસત્તાક દિવસના અવસર પર સારા વર્તન માટે મોકલવામાં આવેલ કેદીઓની યાદીમાં સિદ્ધુનું નામ પણ છે. નવજોત સિંહ સિદ્ધુનું જેલમાં વર્તન સારું હોવાનું જાણવા મળ્યું છે. ક્લર્ક તરીકે તેને જેલનું કામ સોંપવામાં આવ્યું હતું. જેલમાં નિયમો હોવા છતાં તેણે કોઈ રજા પણ લીધી ન હતી, જેના કારણે તેમને જેલમાંથી મુક્તિ મળવાનો દાવો મજબૂત થઈ રહ્યો છે. જો કે હવે આ નિર્ણય પંજાબ સરકારના કોર્ટમાં છે. અંતિમ નિર્ણય તેમને લેવાનો છે.

3 દાયકા જૂના કેસમાં સજા ભોગવી રહ્યો છે સિદ્ધુ

  • 27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધુ તેમના મિત્ર રુપિન્દર સિંહ સંધુ સાથે પટિયાલાના શેરાવલે ગેટ માર્કેટ પહોંચ્યા હતા, આ જગ્યા તેમના ઘરથી 1.5 કિલોમીટર દૂર છે. તે સમયે સિદ્ધુ ક્રિકેટર હતો. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી એક વર્ષ પહેલા જ શરૂ થઈ હતી.
  • આ માર્કેટમાં તેની કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિદ્ધુએ ઘૂંટણિયાથી ગુરનામ સિંહને માર્યો હતો. ત્યાર બાદ ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. રિપોર્ટ આવ્યો કે ગુરનામ સિંહનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.
  • તે જ દિવસે સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. 1999માં સેશન્સ કોર્ટે આ કેસને ફગાવી દીધો હતો.
  • વર્ષ 2002માં પંજાબ સરકારે સિદ્ધુ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ દરમિયાન સિદ્ધુએ રાજકારણમાં પ્રવેશ કર્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં તેઓ અમૃતસર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
  • ડિસેમ્બર 2006ના રોજ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો. હાઈકોર્ટે સિદ્ધુ અને સંધુને દોષિત ઠેરવ્યા અને 3-3 વર્ષની જેલની સજા સંભળાવી. આ સાથે 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સિદ્ધુએ લોકસભામાંથી રાજીનામું આપી દીધું હતું.
  • વર્ષ 2006માં હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીએ સિદ્ધુ વતી કેસ લડ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો.
  • 15 મે, 2018 ના રોજ, સુપ્રીમ કોર્ટે તેમને કલમ 323 હેઠળ દોષિત ઠેરવ્યા. પરંતુ દોષિત માનવહત્યા (304) હેઠળ દોષિત ન હોવાનું જણાયું હતું. જેમાં સિદ્ધુને દંડ ફટકાર્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો.
  • 12 સપ્ટેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટ રિવ્યુ પિટિશન પર સુનાવણી કરવા સંમત થઈ હતી. 25 માર્ચ, 2022 ના રોજ, કોર્ટે સમીક્ષા અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
  • 19 મે 2022ના રોજ સુપ્રીમ કોર્ટે નવજોત સિંહ સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી.

Most Popular

To Top