Gujarat

ટુરિઝમમાં ગુજરાત આજે ભારતમાં આગળ પડતું સ્થાન ધરાવે છે : પર્યટન મંત્રી

અમદાવાદ : પ્રમુખસ્વામી (Pramukh Swami) શતાબ્દી મહોત્વમાં (Centenary celebration) આજે ‘ટુરિઝમ કોનક્લેવ 2023’ – ભારતની પહેલી ટુરિઝમ કોન્ફરન્સમાં (Tourism Conference) ‘વેલ્યુઝ ઓન સ્પિરિચ્યુઅલ ટુરિઝમ’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં ગુજરાતના પર્યટન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, મને એ જણાવતાં ગૌરવ થાય છે કે ટૂરિઝમમાં ગુજરાત આજે ભારતમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આ લાગણી વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક ઉત્સવ એટલે કે આ ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ ને જોઈને વધુ દ્રઢ થઈ છે.”

કુદરતી સંપદાઓનું કેવી રીતે રક્ષણ વિષે વક્તવ્ય રજૂ કર્યા
કમિશનર ઓફ ટુરિઝમ અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના મેનેજિંગ ડિરેકટર આલોક કુમાર પાંડે(IAS)એ જણાવ્યું હતુ કે, ભગવાન સ્વામિનારાયણ અયોધ્યાના નિવાસી હતાં, જે મારા મૂળ સ્થાનની નજીક છે.” એમણે ગુજરાતના ગિરનાર, દ્વારકા, બેટ-દ્વારકા આદિ સ્થાનોના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા વિષે અને ત્યાં ટૂરિઝમની શક્યતાઓ વિષે વાત કરી હતી. ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચીફ નોટિકલ ઓફિસર કેપ્ટન અશ્વિન સોલંકી ટુરિઝમમાં પર્યાવરણની જાળવણી અને કુદરતી સંપદાઓનું કેવી રીતે રક્ષણ કરી શકાય તેના વિષે વક્તવ્ય રજૂ કર્યા હતા.

વ્યક્તિનું મૂલ્યાંકન તેઓના વ્યાવસાયિક દાયિત્વના આધારે
બ્રહ્મવિહારી સ્વામીએ ‘વેલ્યુઝ ઓન સ્પિરિચ્યુઅલ ટુરિઝમ’ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતુ કે, “આપણે એવા વર્કોહોલિક વિશ્વનું નિર્માણ કરી દીધું છે જેમાં વ્યક્તિનું મૂલ્યાંકન તેઓના વ્યાવસાયિક દાયિત્વના આધારે કરીએ છીએ. મનોરંજન ખાતર પણ લોકો કોઈક રસપ્રદ પ્રવૃત્તિમાં જોડાવા માંગતા હોય છે. ટુરિઝમ વિભાગની અહી મહત્વની ભૂમિકા છે જેમાં લોકોને તેમના વેકેશન સમય દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવાનો વિકલ્પ મળી શકે. સ્થળ અને મનોરંજનની પ્રવૃત્તિની ફેરબદલ એટલે વેકેશન. જગ્યાઓ બદલાય છે પરંતુ વ્યક્તિ તેવી ને તેવી રહે છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે શું આપણે પ્રસન્નતા અને આનંદ આપણી ભીતરથી જન્માવી શકીએ છે કે કેમ.

સ્વામિનારાયણ અક્ષરધામ ટેક્સ્ટ બુક સમાન છે
જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, “અહીં ઉપસ્થિત સર્વેને રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં અક્ષરધામ નિહાળવાનું આમંત્રણ પાઠવું છું. ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ ટેક્સ્ટ બુક સમાન છે, દિલ્લીનું સ્વામિનારાયણ અક્ષરધામ લાઇબ્રેરી જેવું છે, જ્યારે ન્યૂજર્સીનું અક્ષરધામ એનસાયક્લોપીડિયા જેવું છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન જોતાં આપણે શીખી શકીએ છીએ કે સખત પુરુષાર્થ અને નૈતિકતાનો સંગમ સફળતા અપાવે છે. પ્રમુખસ્વામી નગરમાં ઉત્સાહ, આનંદ અને સુવ્યવસ્થાનો સુમેળ જોવા મળે છે. “


Most Popular

To Top