National

મોદી સરકાર હવે ગરીબોને માર્ચ 2022 સુધી મફત અનાજ આપશે, આ યોજનાની મુદ્દત લંબાવવા કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રીય કેબિનેટે (Central Cabinet) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) ને આવતા વર્ષે માર્ચ સુધી લંબાવવાની મંજૂરી આપી છે. ગયા વર્ષે સરકારે કોરોના ફાટી (Corona) નીકળવાના કારણે આર્થિક અવરોધોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) દ્વારા આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓ માટે PM-GKAY ની જાહેરાત કરી હતી. આ યોજના 30 નવેમ્બરે સમાપ્ત થવાની હતી. આ યોજના હેઠળ સરકાર લગભગ 80 કરોડ NFSA લાભાર્થીઓને 5 કિલો અનાજ મફતમાં આપે છે.

કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે માહિતી આપી હતી કે PMGKAY માર્ચ 2022 સુધી ચાર મહિના લંબાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આનાથી સરકારી તિજોરી પર વધારાના રૂ. 53,344 કરોડનો બોજો પડશે. તેમણે કહ્યું કે આ સાથે જ PMGKAYનો કુલ ખર્ચ આશરે રૂ. 2.6 લાખ કરોડ સુધી પહોંચશે. COVID-19 રોગચાળાને કારણે સર્જાયેલી કટોકટીને પહોંચી વળવા PMGKAY ત્રણ મહિના (એપ્રિલ-જૂન 2020) માટે પ્રદાન કરવામાં આવ્યું હતું. જો કે, કટોકટી ચાલુ રહેવાની સાથે યોજનાને બીજા પાંચ મહિના (જુલાઈ-નવેમ્બર 2020) માટે લંબાવવામાં આવી હતી. રોગચાળાની બીજી લહેરની શરૂઆત પછી PMGKAY ફરી એકવાર બે મહિના (મે-જૂન 2021) માટે શરૂ કરવામાં આવી હતી અને વધુ પાંચ મહિના (જુલાઈ-નવેમ્બર 2021) માટે લંબાવવામાં આવી હતી.

કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટેનું બિલ પણ મંજૂર.આજની 
કેબિનેટની બેઠકમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના બિલને પણ મંજૂરી આપવામાં આવી હતી, જે શિયાળુ સત્રમાં સંસદમાં રજૂ કરવામાં આવનાર છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે ગુરુ પર્વના અવસર પર રાષ્ટ્રને સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવા અંગેની ઔપચારિકતા પૂર્ણ થઈ ગઈ છે. માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં આ કાયદાઓને રદ્દ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Most Popular

To Top