Gujarat

ગુજરાતમાં ફાર્મા તથા મેડિકલ ડિવાઈસ સેકટરમાં મોટાપાયે રોકાણની શકયતા

10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું આયોજન 10-12 જાન્યુઆરી 2022 દરમિયાન, મહાત્મા મંદિર ખાતે કરાયું છે, તે પૂર્વે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 18 ડિસેમ્બર, 2022 ના રોજ, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે “હોલિસ્ટિક હેલ્થકેર: ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ” પ્રિ-ઇવેન્ટ સમિટનું આયોજન કરી રહ્યું છે. આ પ્રી-ઇવેન્ટ સમિટનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરશે.

પ્રિ-ઇવેન્ટ સમિટમાં કેન્દ્રના સચિવ, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, એસ. અપર્ણા, IAS, ડૉ. સારાહ મેકમુલન, ડાયરેક્ટર, USFDA, ડૉ. વી. જી. સોમાની, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, કે.બેજી જ્યોર્જ, એચએલએલ લાઇફકેરના ચેરમેન પાર્થ ગૌતમ, ડેપ્યુટી સીઈઓ, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા રવિ ઉદય ભાસ્કર હાજરી આપશે.

રાજયના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, પ્રિ-ઇવેન્ટ સમિટમાં પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાના વિવિધ પાસાઓ અને બલ્ક ડ્રગ – કેમિકલના ઉત્પાદનને વધારવાની તકોને આવરી લઇ આત્મનિર્ભર બનવા માટેના ટેકનિકલ સત્રનો સમાવેશ થશે. તેમાં ભારતમાં જેનરિક દવાઓના પ્રચાર પ્રસાર વધારવાની ચર્ચા અને તબીબી નિષ્ણાતો અને પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP)ના લાભાર્થીઓ દ્વારા અનુભવના નિચોડની ચર્ચાનો કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફાર્માં તથા મેડિકલ ડિવાઈસ ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ આવે તેવી સંભાવના છે.

Most Popular

To Top