Dakshin Gujarat

પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા બંટી – બબલીએ ગાડી ધૂમ સ્પીડે ભગાવી, ફિલ્મી દ્રશ્યો સર્જાયા

પારડી : પારડી (Pardi) પોલીસ મથકના (Police Station) પીઆઇ (PI) મયુર પટેલની ટીમ પેટ્રોલિંગમાં (Petroling) હતી, તે દરમ્યાન મળેલી બાતમીના આધારે કલસર પાતલીયા ચેકપોસ્ટ આગળ દમણથી (Daman) એક સ્વીફ્ટ કારમાં દંપતી બંટી ઓર બબલીને દારૂના (Alcohol) જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બાતમી વાળી સ્વિફ્ટ કાર નં.GJ-15-CL-0877 આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કારમાં સવાર દંપતીએ કારને પુરઝડપે હંકારી ભાગવાનો પ્રયાસ કરતા બંટી ઓર બબલી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં દારૂ ભરેલી કારના કાચ તૂટતાં નુકશાન પહોંચ્યું હોવાનું જણાવા મળ્યું છે. પોલીસે કારને અટકાવી તપાસ કરતા કારમાંથી વ્હીસ્કી અને બિયરની બોટલ નંગ 312 જેની કિમત રૂ 27,600, કારની કિ.રૂ. 5 લાખ મળી કુલ રૂ. 5 લાખ 28 હજાર મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાર સવાર બંટી ઓર બબલી વલસાડ નજીકના ચણવઈ ગામે રહેતા કમલેશ મોતીભાઈ પટેલ અને તેની પત્ની હિના કમલેશ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે પ્રોહિ. હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લક્ઝરીમાં દારૂ લઇ જતા ત્રણ ઈસમ રૂ.10.39 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
પારડી : પારડી તાલુકાના બગવાડા ટોલનાકા ને.હા.નં.48 પર વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન લક્ઝરી બસમાં તલાસરીથી અમદાવાદ દારૂની હેરાફેરી કરતા 3 ઈસમને ઝડપી પાડ્યા હતા. બગવાડા ટોલ નાકા હાઈવે મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર જય ટ્રાવેલર્સ લક્ઝરી બસ નં.જીજે-03 બીવી 4365 ને રોકી તપાસ કરતા બસની ડીકીમાં દારૂની બોટલ નંગ 432 જેની કિં.43,200 લક્ઝરી બસની કિં.રૂ.10 લાખ મળી કુલ રૂ. 10.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લક્ઝરી બસનો ચાલક સલીમ ઉર્ફે સમીર મહંમદ શેખ (રહે અમદાવાદ), ક્લીનર ગણેશ રતિલાલ મરાઠે (રહે. ધુલિયા મહારાષ્ટ્ર) અને જીવા કુબેર મીણા (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર ગૌરવ ઉર્ફે ગોલુ (રહે.વાપી), અનમોલ, આકાશ અને અન્ય એક ઈસમ મળી 4ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

અંકલેશ્વરની બેઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાઇટ ખાતે 874 કિલો ડ્રગ્સનો નાશ કરાયો
અંકલેશ્વર: સમગ્ર ભારતની સૌપ્રથમ ડમ્પિંગ સાઇટ અંકલેશ્વરની બેઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે બુધવારના રોજ મોટી માત્રામાં ડ્રગનો નાશ કરાયો હતો. આ પ્રસંગે ગાંધીનગર તેમજ અમદાવાદથી મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અમદાવાદ કસ્ટમ વિભાગ દ્વારા ૮ જૂનના રોજ નકામા ડ્રગના નાશ માટે અંકલેશ્વરની બેઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડમ્પિંગ સાઇટની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 874 કિલોગ્રામ જેટલું ડ્રગ ડિસ્પોઝ કરાયું હતું. અમદાવાદથી લઈ અંકલેશ્વર સુધીના તમામ ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ કસ્ટમ વિભાગના કમિશનર લલિત પ્રસાદ, એડિશનલ કમિશનર અભિલાષ શ્રીનિવાસ, પી. એમ. રાવ, સુરતના એડિશનલ કમિશનર મનીષ પ્રષાદ, પ્રશાંત વારવંટકર શહીદ અમદાવાદ તેમજ સુરતના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top