SURAT

અંકલ ફરવા માટે મારા ઘરેથી બાઈક પર બેસાડીને આવ્યા અને બાઈક પર બેસાડી ગંદુ કામ કરાવ્યું

સુરતઃ પાંડેસરા વડોદ ગામમાં રહેતી 5 વર્ષની બાળકીને તેના પડોશમાં રહેતો યુવક બાઈક (Bike) પર ફરાવવાના બહાને લઈ ગયો અને તેની સાથે બિભત્સ હરકતો કરી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી સચીન જીઆઈડીસીની મહિલા પોલીસ (Police) કર્મચારીની સતર્કતાથી તેને શંકા જતા બાળકી પાસે જઈને પુછતા ઘટના સામે આવી હતી. પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા પાંડેસરા પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ (Complaint) દાખલ કરી હતી.

પાંડેસરા પોલીસની હદમાં વડોદ ગામમાં વધુ એક વખત બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વડોદ ખાતે રહેતા પ્રકાશભાઈ (નામ બદલ્યું છે) પાંડેસરા જીઆઈડીસીમાં ડાઈંગ મીલમાં નોકરી કરે છે. અને તેઓ મુળ બિહારના વતની છે. તેમને સંતાનમાં બે દિકરીઓ છે. મોટી દિકરી 9 વર્ષની અને નાની દિકરી 5 વર્ષની છે. બંને દિકરીઓ ઘર નજીક ટ્યુશનમાં જાય છે. ગઈકાલે બંને દિકરીઓ ટ્યુશન ગઈ હતી ત્યારે તેમની માતા આરાધનાદેવી (નામ બદલ્યું છે) પડોશમાં રહેતી સુષ્માદેવી પ્રમોદસિંગ રાજપુત સાથે શાકભાજી લેવા ગઈ હતી.

શાકભાજી લઈને ઘરે આવી ત્યારે મોટી દિકરી ઘરે હતી. તેની નાની 5 વર્ષીય દિકરીને બાજુવાલા પ્રમોદ અંકલ બાઈક પર ફરાવવા લઈ ગયાનું કહ્યું હતું. જેથી સુષ્માદેવીએ તેના પતિ પ્રમોદને ફોન કરતા ફોન પોલીસે રિસીવ કર્યો હતો. અને પ્રમોદ તથા બાળકી પોલીસ સ્ટેશનમાં હોવાનું કહ્યું હતું. જેથી તેઓ બધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. જ્યાં જતા પ્રમોદસિંગે બાળકી સાથે દુષ્કર્મ કર્યાની જાણ થઈ હતી. અને પોલીસે પ્રમોદસિંગ સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

મહિલા પોલીસ કર્મીની સતર્કતાથી ઘટના સામે આવી
આરાધનાદેવી પોલીસ સ્ટેશનમાં આવતા જાણવા મળ્યું હતું કે, પ્રમોદકુમાર બાળકીને પ્રાઈમ પોઈન્ટ નજીક રોડની બાજુમા બાવળના ઝાડ નીચે બાઈક લઈ ગયો હતો. અને બાળકી સાથએ શારીરિક અડપલા કરતો હતો. ત્યારે સાંજે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સુહાનીબેન કમુભાઈ ત્યાંથી મોપેડ પર પસાર થથા હતા. અને તેમને આ પ્રમોદકુમાર અને બાળકીને જોઈને શંકા ગઈ હતી. જેથી સુહાનીબેન બાળકી પાસે જતા બાળકી ગભરાયેલી હતી. તેને નામ-ઠામ પુછ્યું હતું. અને બાળકીને શુ થયું બેટા તેમ પુછતા આ અંકલ મને ફરવા માટે મારા ઘરેથી બાઈક પર બેસાડીને અહી લઈ આવ્યા હોવાનું કહ્યું હતું. અને બાળકીને બાઈક પર બેસાડી ગુપ્તાંગ પકડાવી મુખમૈથુન કરાવવા ડરાવતો હતો. જેથી સુહાનીબેને ત્વરીત પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરતા પીસીઆર વાને પ્રમોદસિંગ રામબચ્ચનસિંગ રાજપુતને પકડી પાડ્યો હતો. અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top