Dakshin Gujarat

વ્યારામાં ભાજપનો જૂથવાદ : મટકીફોડ કાર્યક્રમનાં બેનરને લઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

વ્યારા: વ્યારા (Vyara) ભાજપમાં(Bjp) જન્માષ્ટમીના (Janmastami)પ્રસંગને લઈ મટકી ફોડ (Matki Fod) કાર્યક્રમમાં (Event) જૂથવાદ (Groupism) છાપરે ચઢીને પોકાર્યો હતો. લાયન હાર્ટ ગ્રુપે (Hart Group) સી.આર.પાટીલની (CR Patil) અધ્યક્ષતામાં પ્રથમ કાર્યક્રમનું આયોજન કરતાં ભાજપ યુવા મોરચાએ પણ અલગથી બીજા દિવસે મટકી ફોડ કાર્યક્રમ જાહેર કરી, તેમાં સી.આર.પાટીલની ઉપસ્થિતિની જાહેરાત કરતાં પ્રદેશ પ્રમુખે સળંગ બે દિવસ વ્યારામાં આ બંને કાર્યક્રમમાં હાજરી આપવી પડી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ બંને જૂથના આગેવાનોએ કાર્યક્રમનાં બેનર બાંધવાને લઈ સામસામે વ્યારા પોલીસમથકે એટ્રોસિટીની ફરિયાદ આપી હતી.

પોલીસે બંનેમાંથી એકેય વિરુદ્ધ એફઆઈઆર નોંધી ન હતી

બબાલનાં બીજા દિવાસે પોલીસે બંનેમાંથી એકેય વિરુદ્ધ એફઆઈઆર નોંધી ન હતી. ભાજપનો આંતરિક જૂથવાદ સપાટીએ આવી છેક વ્યારા પોલીસમથકે પહોંચતાં વ્યારાનું રાજકારણ ગરમાયું હતું. ભાજપનો આ આંતરિક કલેહ મટકીફોડ કાર્યક્રમનાં બેનરને લઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.તાપી જિલ્લા ભાજપામાં છેલ્લા ઘણા સમયથી ચાલતો જૂથ વાત જન્માષ્ટમીના કાર્યક્રમને લઈ બહાર આવ્યો હતો. જેમાં હજારો કાર્યકર્તાઓ સાથે ગત દિવસે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રાજુભાઇ જાદવના લાઇન હાર્ટ ગ્રુપ દ્વારા ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષતામાં તા.૧૯મી ઓગષ્ટે જુના બસ સ્ટોપ પર મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

૪ વિરુદ્ધ વ્યારા પોલીસમથકે એટ્રોસિટી સહિતની ફરિયાદ આપી

ભાજપ યુવા મોરચાને આગળ કરી ભાજપના બીજા જૂથે પણ તા.૨૦ ઓગષ્ટે જન્માષ્ટમીના બીજા દિવસે તે જ સ્થળે મટકી ફોડનો કાર્યક્રમ જાહેર કરતા નવો વિવાદ ઊભો થયો હતો. જેમાં ગત રોજ જૂના બસ સ્ટેન્ડ પર બંને જૂથો સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે મારામારી થતી રહી ગઈ હતી.જેમાં ભાજપાના પ્રદેશ પ્રમુખ જે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા તે લાયન ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવ સહિત અન્ય ચાર વ્યક્તિઓ સામે ભાજપ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિરલ કોંકણીએ એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ આપી હતી. તેથી જિલ્લામાં કાર્યકર્તાઓમાં ખળભળાહટ મચી ગયો હતો. જેની સામે લાયન હાર્ટ ગ્રુપના નિમેષ સરભણીયાએ પણ વ્યારા નગર યુવા પ્રમુખ અક્ષય પંચાલ, તાપી જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ વિરલ કોંકણી સહિત અન્ય ૪ વિરુદ્ધ વ્યારા પોલીસમથકે એટ્રોસિટી સહિતની ફરિયાદ મોડી રાત્રે વ્યારા પોલીસમથકે આપી હતી. શનિવારે વ્યારામાં બીજા દિવસે ફરી આવેલા સી.આર.પાટીલ દ્વારા બંને જૂથને સમાધાન કરાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ હજી સુધી પાર્ટી બંનેને એકસાથે હાથમાં હાથ નાંખી સ્ટેજ પર લાવવામાં સફળ થઈ શકી નથી.

Most Popular

To Top