World

ભીડમાંથી બહાર આવી ઉપરાષ્ટ્રપતિના માથા પર બંદૂક તાકી અને… લાઈવ વીડિયો વાયરલ

Advertisement

આર્જેન્ટિના: ગુરુવારે એક વ્યક્તિએ આર્જેન્ટિનાના (Argentine) વાઇસ પ્રેસિડેન્ટ (Vice President) ક્રિસ્ટિના ફર્નાન્ડીઝ ડી કિર્ચનર (Cristina Fernandez de Kirchner) પર ફાયરિંગ (Firing) કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પિસ્તોલ સમયસર ફાયર થઈ શકી ન હતી. આ હુમલાના પ્રયાસમાં ત્યાંની રાજકીય ઉથપાથલ દેખાઈ રહી છે. રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડિઝે ટીવી પર રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે એક વ્યક્તિએ ઉપરાષ્ટ્રપતિ ક્રિસ્ટિના તરફ પિસ્તોલ તાકી અને ટ્રિગર ખેંચ્યું. જો કે ક્રિસ્ટીના હજુ જીવિત છે કારણ કે તેમને ગોળી વાગી હોવાની પુષ્ટિ થઈ નથી.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે બંદૂકમાં 5 ગોળીઓ ભરેલી હતી. તેમણે કહ્યું કે આર્જેન્ટિનામાં લોકશાહી આવ્યા બાદઆ સૌથી ગંભીર અને મોટી ઘટના છે. ઉપરાષ્ટ્રપતિ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે અને જ્યારે હુમલો થયો ત્યારે સેંકડો સમર્થકો તેમના બ્યુનોસ આયર્સના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા. ત્યારે આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આરોપી વ્યક્તિ બ્રાઝિલિયન મૂળનો હતો
વીડિયો ફૂટેજમાં એક વ્યક્તિ પિસ્તોલ પકડીને દેખાઈ રહી છે, તે સમયે ક્રિસ્ટિના પોતાના સમર્થકોને શુભેચ્છા પાઠવી રહી હતી. આ દરમિયાના ભીડના વચ્ચેથી એક વ્યક્તિ બંદૂક લાવી ક્રિસ્ટિના મો પણ ફાયરિંગ કર્યું હતું જો કે તે જ સમયે પિસ્તોલનું ટ્રીગર જામ થઈ ગયું હતું. અને બંદૂકમાંથી ગોળી નીકળી ન હતી. ત્યાર બાદ ક્રિસ્ટિના અને તેની તેના સમર્થકો અને પત્રકારો ગભરાઈ ગયા હતા. હત્યાના પ્રયાસમાં હાલમાં આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઓળખ બ્રાઝિલિયન મૂળના 35 વર્ષીય વ્યક્તિ તરીકે થઈ છે. તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

ફર્નાન્ડિસ ડી કિર્ચનર કિર્ચનર વિરુદ્ધ અનેક આરોપો
2007 અને 2015 ની વચ્ચે બે વખત આર્જેન્ટિનાના પ્રમુખ બનેલા કિર્ચનરને વિભાજનકારી રાજકારણમાં સામેલ કરવા માટે જાણીતા છે. તેને 12 વર્ષની જેલની સજા અને 2000 ના દાયકાની શરૂઆતમાં જાહેર કરાર માટે ચૂંટણી ન લડવાની ગેરલાયકાતનો સામનો કરવો પડે છે.

ઘણા દેશોએ નિંદા કરી
ફર્નાન્ડીઝ ડી કિર્ચનર આગામી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર છે. તે જ સમયે, આર્જેન્ટિનાના નાણા મંત્રી સર્જિયો માસાએ આ ઘટના વિશે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે જ્યારે ચર્ચામાં નફરત અને હિંસાનું વર્ચસ્વ હોય છે, ત્યારે સમાજનો નાશ થાય છે અને હત્યાના પ્રયાસ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. આર્જેન્ટિનાના ઉપરાષ્ટ્રપતિની હત્યાના પ્રયાસની અનેક દેશોના વડાઓએ નિંદા કરી છે. ચિલી, વેનેઝુએલા, પેરુ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો સહિત ઘણા લોકોએ ફર્નાન્ડીઝ ડી કિર્ચનર સાથે એકતા વ્યક્ત કરી હતી.

Most Popular

To Top