Gujarat

એમ્બ્યુલન્સ માટે વડાપ્રધાન મોદીએ પોતાનો કાફલો રોકી દીધો, જુઓ વીડિયો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ModiInGujarat) ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પહેલા 29 હજાર કરોડની ભેટ સાથે પોતાના ગૃહ રાજ્ય પહોંચેલા વડા પ્રધાને (PMModi) શુક્રવારે વંદે ભારત ટ્રેનને (Vande Bharat Train) લીલી ઝંડી બતાવી અને અમદાવાદ મેટ્રોમાં (Ahmedabad Metro Train) સવારી પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીનો સંવેદનશીલ સ્વભાવ પણ દેખાયો હતો, જ્યારે પીએમને ગાંધીનગરથી અમદાવાદ જતા રસ્તામાં એમ્બ્યુલન્સ (Ambulance) દેખાઈ તો તેમણે તરત જ તેમનો કાફલો (Convoy) રોકી દીધો હતો.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (HarshSanghvi) તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે લખ્યું, “લોકોની સરકાર.ગાંધીનગરથી અમદાવાદ જતી વખતે PM નરેન્દ્ર મોદીનો કાફલો એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે રોકાયો હતો.

વીડિયો જોવા અહીં ક્લીક કરો

આ પહેલા પીએમ મોદીએ શુક્રવારે ગુજરાતમાં ગાંધીનગર અને મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના નવા અપગ્રેડેડ વર્ઝનને લીલી ઝંડી બતાવી હતી અને ત્યાર બાદ તેમણે ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર સ્ટેશન સુધી ટ્રેનમાં બેસીને મુસાફરી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 10.30 વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કોચનું નિરીક્ષણ કર્યું અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓનો સ્ટોક લીધો. તેમણે ટ્રેનના લોકોમોટિવ એન્જિનના નિયંત્રણ કેન્દ્રનું પણ નિરીક્ષણ કર્યું.

વડાપ્રધાને અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું
પીએમ મોદીએ અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું હતું અને મેટ્રોની સફર માણી હતી. તેમણે અમદાવાદીઓનો ભરપેટ વખાણ કર્યા હતા અને મેટ્રો તેમજ વંદે ભારત ટ્રેન વિશે પણ માહિતી આપી હતી. મોદીએ મેટ્રોમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓને વિનંતી કરી હતી આ મેટ્રો સ્ટેશન કેવી રીતે આકાર પામ્યું. તેનું ખોદકામ કેવી રીતે કરવામાં આવ્યું, તેમજ ટનલ કેવી રીતે બની આ તમામ બાબતો વિશે માહિતી મેળવે. અમદાવાદીઓના વખાણ કરતા કહ્યું 100-100 સલામ નવરાત્રીમાં આખી રાત ગરબા રમ્યા હોય તેમ છતાં આવા તડકામાં આટલી મોટી સંખ્યામાં ભેગા થયા. આવો કાર્યક્રમ તો અમદાવાદીઓ જ કરી બતાવે. તેમણે કહ્યું કે આ આવાત વર્ષે 75 વંદે ભારત એક્સપ્રેસ સમગ્ર ભારતમાં દોડાવવાનો લક્ષ્યાંક છે. તેમણે મેટ્રોની વાત કરતા જણાવ્યું કે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝને શરૂ કરવામાં આવ્યો છે જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો છે. પરંતુ નજીકના ભવિષ્યમાં જ મેટ્રો ટ્રેનનો બીજો ફેઝ ગાંધીનગર સુધીનો રહેશે.

Most Popular

To Top