Gujarat

ગાંધીનગર: PM મોદીએ કહ્યું 5 બિલિયન સુધી ડિફેન્સ એક્સપો લઈ જવાનું લક્ષ્ય

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી બે દિવસ ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદીની આ મહિનામાં ગુજરાતની આ બીજી મુલાકાત છે. બે દિવસીય પ્રવાસમાં PM નરેન્દ્ર મોદી ગુજરાતને 15 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ગુજરાતની પ્રજાને દિવાળી ભેટ આપશે. વડાપ્રધાને ગાંધીનગર (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સપો-22નું (Defence Expo 2022) ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ બપોરે 3:15 કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

પીએમ મોદીએ ડિફેન્સ એક્સપો-22ના કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે ડિફેન્સ એક્સપો-22થી નવા કરોનું સર્જન કરી રહ્યો છું, એક્સપોમાં આ વખતે માત્ર મેડઇન ઇન્ડિયાના જ ઉપકરણો જોવા મળશે. તેમણે કહ્યું કે પહેલીવાર 450થી વધુ MOU સાઈન કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ આફ્રિકાથઈ આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની પહેલી કર્મભૂમી આફ્રિકા હતી. આફ્રિકા સાથે ગાઢ સંબંધ છે. આફ્રિકામાં પહેલી ટ્રેન ચાલી હતી જેનું તામ કચ્છના કામદારોએ કર્યું હતું. તેમણે કહ્યું કે કોરોના કાળ દરમિયાન જ્યારે દુનિયા મુશેકલીમાં હતી ત્યારે ભારતે આફ્રિકાને દવા આપી હતી. વિશ્વને ભારત પાસેથી અપેક્ષા વધી છે.

પીએમ મોદીએ કહ્યું કે ડિફેન્સ એક્સપોથી ભારતને નવી ઉંચાઈ મળી છે. તેમણે કહ્યું કે આપણી વાયુસેના ડીસામાં હશે તો આપણે પશ્ચિમી સીમા પર કોઈ પણ દુઃસાહસનો જવાબ આપી શકીશું. બનાસકાંઠા અને પાટણ દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે. આ સાથે જ પીએમ મોદી કહ્યું કે ભારતની કંપનીઓ અમેરિકા-ઇટલી જેવા દેશોને રક્ષા ઉપકરણો એક્પોર્ટ કરે છે. પીએમ મોદીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને તેમની ટીમના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે રાજનાથ સિહં ઓછું બોલે છે પણ ખૂબ મજબૂતીથી કામ કરે છે.

પીએમ મોદીએ કહ્યું કે આગામી સમયમાં 5 બિલિયન સુધી ડિફેન્સ એક્સપો લઈ જવાનું છે. તેમણે કહ્યું કે હવે ભારતનું ડિફેન્સ એક્સપો 8 ટકા વધ્યું છે. ભારતીય ટેક્નોલોજી પર આજે દુનિયાને વિશ્વાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે 75થી વધુ દેશોને ભારત રક્ષા સાધનો એક્સપોર્ટ કરી રહ્યાં છે. બ્રહ્મોસ મિશાઈલ દુનિયાના અન્ય દેશોની પસંદ બની છે. તેમજ લોકો ભારતના ફાઈટર પ્લેનમાં રસ દાખવી રહ્યાં છે.

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પીએમ મોદીએ ડિફેન્સ એક્સપોનું ઉદ્દઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે જણાવ્યું હતું કે ડિફેન્સ ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. સીએમએ કહ્યું કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમણે ડિફેન્સ ઈકો સિસ્ટમ માટે પ્રયાસ કર્યા હતા. ડિફેન્સ એક્સપોમાં યુવાનોને પ્રશિક્ષણ માટે આ એક પહેલ હતી. રક્ષાશક્તિ યુનિવર્સિટીથી યુવાનોને એક નવી દિશા મળી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે એરો સ્પેસ માટે ગુજરાતના ઘણા MSME કામ કરી રહ્યા છીએ. દેશમાં ડિફેન્સ પોલિસી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ગુજરાત છેલ્લા 20 વર્ષથી ફાસ્ટટ્રેક વિકાસના પથ પર છે.

પીએમ મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યમા ગવર્નર આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયરે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ડિફોન્સ એક્સપો-22નું ઉદ્ધાટન કર્યા બાદ પીએમ મોદી 12 વાગ્યે અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ધાટન કરશે.

ગાંધીનગરનો કાર્યક્રમ
ડિફેન્સ એક્સ્પોનું ઉદ્દઘાટન કરશે. પાથ ટુ પ્રાઇડ થીમ હેઠળ યોજાયેલા આ એક્સ્પોમાં ભારતીય કંપનીઓ માટે સંરક્ષણ પ્રદર્શન યોજવામાં આવેલું છે. એક ઇન્ડિયન તેમજ 10 સ્ટેટ પેવેલિયન હશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન એચટીટી-40નું અનાવરણ કરશે. મિશન ડેફસ્પેસ લોન્ચ કર્યું હતું. ડીસામાં 1000 કરોડના ખર્ચે બનાવવાનો છે તે ડિફેન્સ એરબેઝનો શિલાન્યાસ કર્યું. એક્સ્પો દરમિયાન 2જી હિંદ મહાસાગર ક્ષેત્ર+ (IOR+) કોન્ક્લેવ પણ યોજાશે. વડાપ્રધાન અડાલજના ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું પણ લોકાર્પણ કરશે. આ મિશનની કલ્પના કુલ 10,000 કરોડના ખર્ચ સાથે કરવામાં આવી છે. ત્રિમંદિર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન લગભગ 4260 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

Most Popular

To Top