Madhya Gujarat

સિંગવડમાં સસ્તા અનાજની દુકાનોના ચોખામાં પ્લાસ્ટિકના દાણા નિકળ્યા ?

સિંગવડ: સિંગવડ તાલુકા ના ધી  મોટા કદની લેમ્પ મંડળીમાં ચાલતી મોટા આંબલીયા શાખા માં ચાલતી અને તેમાં ભાણપુર ગામના સસ્તા અનાજની દુકાન માં ગયા મહિને સરકારમાંથી આવેલા ચોખાને ગ્રાહકોને આપવામાં આવ્યા હતા જેમાં ભાણપુર ગામ ના ડામોર પ્રકાશભાઈ તથા અન્ય ગ્રામજનો  દ્વારા આ ચોખા આપવામાં આવ્યા હતા જ્યારે તે ચોખા  ને બરોબર દેખતા તેમાં ચોખા માં અલગ અલગ પીળા દાણા  દેખાતા તેમને આ ચોખા સાફ કરતા તેમાંથી ચોખાના દાણા નીકળ્યા હતા તે પ્લાસ્ટિકના દાણા લાગતા હતા તો તે પ્લાસ્ટિકના જેવા લાગતાં ચોખા લઈને સીંગવડ પુરવઠા મામલતદાર ને આપવામાં આવ્યા હતા જ્યારે પુરવઠા મામલતદાર દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી.

 જ્યારે આ ચોખા ના દાણા માટે જિલ્લામાં મોકલીને અને લેબોરેટરી માં મોકલવા ની વાત કરવામાં આવી હતી જ્યારે આ ચોખા ખરેખર પ્લાસ્ટિકના દાણા છે કે પછી કોઈ બીજા ચોખા છે તેની તપાસ કરવામાં આવે તો જ ખબર પડે કે શું છે અને જો પ્લાસ્ટિકના ચોખા હોય તો ખરેખર ગામડાની પ્રજાને આવા ચોખાના દાણા ખાઈને મરવાનો વારો આવે તેમ લાગી રહ્યું છે માટે ચોખાના દાણાને તપાસ કરીને ખરેખર આ ચોખામાં મિક્સ ક્યાંથી થયો તેની તપાસ કરી તેની આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી આ ગામડાની પ્રજા ની માંગ છે.

Most Popular

To Top