Charchapatra

પેન્શનરોની સમસ્યા!

હું ગુજરાત સરકાર નો પેન્શનર છું. ૨૦૧૦ થી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પેન્શન મેળવું છું. તિજોરી કચેરીમાં, આધારકાર્ડ, પાનકાર્ડ વિગેરે લિન્ક અને રજીસ્ટર્ડ થયેલ છે. છતાંપણ દર વર્ષે શા માટે, હયાતી વખતે પેન્શન બુક, આધારકાર્ડ અને પાનકાર્ડ નંબર ની ઝેરોક્ષ નકલ જોડવાની ફરજ પાડવામાં આવે છે તે તદ્દન વાહિયાત, અજુગતું અને પ્રમાણભૂત છે. ક્યાં તો પછી જે તે બેંક શાખાની મુન્સફી, કે દાદાગિરી કહેવાય. શું તિજોરી અધિકારી ની પેન્શન શાખા દ્વારા આવો હુકમ કરવામાં આવ્યો હોય છે? 

જ્યારે સરકાર દ્વારા પોસ્ટ ઓફીસ, પોસ્ટમેન દ્વારા ઓનલાઈન નિ: શુલ્ક આ સેવા ગોઠવવામાં આવી હોય તથા કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ નિ:શુલ્ક ઓન લાઈન જીવન પ્રમાણપત્ર પેન્શન શાખામાં પહોંચાડી દેવાતું હોય  તો આ જડ પદ્ધતિ દૂર કરવા પેન્શન અધિકારી, તિજોરી અધિકારી ઓ તથા પેન્શન એસોસિયેશન ના ઉચ્ચતમ પદાધિકારીઓ ને નમ્ર વિનંતી છે. આજના ડિજિટલ યુગ માં રદ્દીનો ભરાવો ન કરવા સ્પષ્ટ નિર્દેશ આપવા વિનંતી કરીએ છીએ.
સુરત – રમેશચંદ્ર નવનીતલાલ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top