World

સંભોગ કરતી વખતે લિંગમાં ઉભા ફ્રેકચરનો ભોગ બનનાર વિશ્વનો પ્રથમ પુરુષ બન્યો આ બ્રિટિશર!

લંડન: ઇંગ્લેન્ડ (England)ના એક શખ્સને આક્રમક રીતે જાતીય ક્રિયા (Sex) કરવાનું ખૂબ ભારે પડી ગયું હતું કારણ કે આમ કરવા જતા તેના લિંગમાં ફ્રેકચર (penis fracture) થઇ ગયું હતું અને તે પણ ૩ સેમી જેટલું મોટું ઉભું ફ્રેકચર (vertical fracture) થયું હતું.

પોતાનું લિંગ ભાંગી નાખનાર આ શખ્સનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પણ ડોકટરોના જણાવ્યા પ્રમાણે તે યોર્કશાયરનો 40 વર્ષીય પુરુષ છે. પોતાની સ્ત્રી પાર્ટનર સાથે સંભોગ કરતી વખતે તે ખૂબ ઉત્તેજીત અને આક્રમક થઇ ગયો હતો અને ખૂબ જોરથી તેણે પોતાનું લિંગ સ્ત્રી પાર્ટનરના યોનિ માર્ગમાં નાખતા તેનું લિંગ તે મહિલાના શરીરમાં પેરિનિયમ તરીકે ઓળખાતા ભાગમાં ખરાબ રીતે ફસાઇ ગયું હતું અને તેમાં ફ્રેકચર થઇ ગયું હતું, આના કારણે આ શખ્સને દુ:ખાવો શરૂ થઇ ગયો હતો.

તેની સારવાર કરનાર ડોકટરો કહે છે કે આ પુરુષના શિષ્નમાં ઉભું ૩ ઇંચ જેટલી લંબાઇનું ફ્રેકચર થઇ ગયું હતું અને તેને હવે સંપૂર્ણ સાજો થતા છ મહિના જેટલો સમય લાગશે. વિશ્વમાં અત્યાર સુધી પુરુષના લિંગમાં આડા ફ્રેકચરના બનાવો નોંધાયા છે પણ ઉભું ફ્રેકચર થવાનો આ પ્રથમ નોંધાયેલો બનાવ જણાય છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે પુરુષના લિંગમાં હાડકું હોતું નથી પણ લિંગ જ્યારે ઉત્તેજીત અવસ્થામાં હોય ત્યારે જો વધારે પડતું વાંકુ વળે કે દબાય તો તેના કડક થયેલા ટિસ્યુઓમાં તડ જેવી ઇજા થઇ શકે છે.

Most Popular

To Top