Madhya Gujarat

તુલસીવાડીમાંથી 5.42 લાખના MD ડ્ર્ગ્સ સાથે પેડલર ઝડપાયો

વડોદરા: વડોદરા શહેર તેમજ જિલ્લામાંથી નજીકથી ડ્રગ્સની મિની ફેક્ટરીઓ ઝડપાઇ પકડાઇ હતી. જેથી શહેરના ફેલાયેલા દુષણને દૂર કરવા માટે પોલીસ તથા પોલીસની વિવિધ બ્રાન્ચો સતત એલર્ટ રહેતી હોય છે. છતાં યુવાધનને ખોખલું કરવા માટે ડ્રગ્સનો માફિયાઓ પોલીસ તંત્રની આંખમાં ધૂળ નાંખી ડ્રગ્સ બહારથી લાવીને છુપી રીતે વેપાર કરી યુવાધનને બરબાદ કરી રહ્યા છે. 26 જુન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે SOGની ટીમે માહિતીના આધારે સાજીદઅલી શૌકતઅલી પઠાણ તથા તેના મિત્ર ભેગા મળી એમડી ડ્રગ્સનો જથ્થો ઘરમાં લાવીને છુટકમાં વેચાણ કરે છે.

જેના આધારે એસઓજી પીઆઇ સહિતની ટીમે બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો. MD ડગ્સ છૂટક વેચાણ કરી રહેલા સાજીદઅલી શૌકતઅલી પઠાણને 52.22 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. જોકે, હજુ પોલીસને સાજીદઅલી પઠાણના મિત્રો હાથ લાગ્યા નથી. પોલીસે સાજીદઅલીના મિત્રોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે સાજીદઅલી પઠાણ પાસેથી રૂપિયા 5.42 લાખના MD ડ્રગ્સ તેમજ રોકડ રૂપિયા 29,500, બે ફોન મળીને રૂપિયા 5.77 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

એસઓજીની ટીમે વરસતા વરસાદમાં કાર્યવાહી કરી
સાજીદઅલી તથા તેના મિ્તરો મુંબઇથી MD ડ્રગ્સ સાથે ઝડપાતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. પોલીસે ધોધમાર વરસી રહેલા વરસાદ વચ્ચે તુલસીવાડી રોશનનગરમાં દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. પોલીસ કાફલો એકાએક વિસ્તારમાં પહોંચતા લોકોના વરસાદમાં પણ ટોળા એકઠા થઇ ગયા હતા.

ડ્રગ્સ ડે નિમિત્તે જાગૃત ફેલાય તે હેતુસર બાઇક રેલી
વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશ્નર શમશેરસિંઘની અધ્યક્ષતામાં ડ્રગ્સ ડે નિમિત્ે 06:45 વાગ્યાથી કમાટી બાગ ગેટ નં-૦૨ ખાતે વડોદરાના નાગરીકોમાં ડ્રગ્સ અવરનેસ ફેલાય તે હેતુથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિતના લોકો પણ જોડાયા હતા.

Most Popular

To Top