National

પટિયાલા તણાવ: સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો

પટિયાલા: પંજાબનાં પટિયાલામાં (patiala)શુક્રવારે શિવસેનાના (Shivsena) પંજાબ કાર્યકારી અધ્યક્ષ હરીશ સિંગલાની દેખરેખ હેઠળ આર્ય સમાજ ચોકથી ખાલિસ્તાન મુર્દાબાદ કૂચ શરૂ થઈ હતી. આ દરમિયાન તેમની ખાલિસ્તાની (Khalistani) સમર્થકો સાથે અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન શીખ અને હિંદુ સંગઠનો આમને-સામને આવી ગયા હતાં. આ
ધટનાને પગલે બે પક્ષ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. જે બાદ સમગ્ર મામલાને શાંત પાડવા પોલીસને સંધર્ષ કરવો પડયો હતો. ધટનાને પગલે પટિયાલામાં સાંજના 7 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી કર્ફયુ લગાવવામાં આવ્યો છે.

  • મુખ્યમંત્રી ભગવંત માને પોલીસ મહાનિર્દેશક અને અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
  • પટિયાલામાં સાંજના 7 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી કર્ફયુ
  • નાનક સિંહે જણાવ્યું હતું કે શિવસેનાને આ કૂચ કાઢવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી

મુખ્યમંત્રી ભગવંત માને આ ઘટના અંગે પોલીસ મહાનિર્દેશક અને અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ મામલાની તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે આ સાથે જ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે એક પણ તમામ ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ પટિયાલા શહેરમાં આજે સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવશે.

નાનક સિંહે જણાવ્યું હતું કે શિવસેનાને આ કૂચ કાઢવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી. હરીશ સિંગલાએ કહ્યું હતું કે શિવસેના પંજાબમાં ક્યારેય ખાલિસ્તાન બનવા દેશે નહીં અને કોઈને ખાલિસ્તાનનું નામ પણ નહિ લેવા દેશે. ધટના દરમિયાન SHO સિવાય ત્રિપડી પોલીસ સ્ટેશનના અન્ય એક પોલીસ અધિકારી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ 29 એપ્રિલના રોજ ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબની તમામ સરકારી ઈમારતો પર ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવવાની જાહેરાત કરી હતી. આ સાથે ધ્વજ ફરકાવીને વીડિયો મોકલનારને એક લાખ ડોલર સુધીના ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી.

આ ધટનાની પ્રતિક્રિયા રૂપે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે જ શિવસેનાએ ખાલિસ્તાન વિરુદ્ધ માર્ચ કાઢવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને લઇ પોલીસ પહેલેથી જ તૈયાર હતી. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે શિવસૈનિકોને રોકવા બેરિકેડ કરી દીધા હતા. બંને સંગઠનોના લોકો વચ્ચે ઘર્ષણ શરૂ થતાં પોલીસે લોકોને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો અને હવામાં ફાયરિંગ કર્યું હતું. 

Most Popular

To Top