SURAT

ક્રાઇમ બ્રાંચની ખોટી ઓળખ આપી ત્રિપુટી મહિલા પાસેથી 70 હજાર પડાવી ગઇ

સુરત : પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે પહોંચી જઇ ક્રાઇમ બ્રાંચની (Crime Branch) ખોટી ઓળખ આપનાર મહિલા સહિતની ત્રિપુટીએ ડ્રગ્સના (Drugs) કેસમાં (Case) ફસાવી દેવાની ધમકી આપી મહિલા પાસેથી 70 હજાર પડાવી લીધા હતા. ઠગ ટોળકી મહિલાને ઉલ્લુ બનાવી ભાગવા જતા ભોગ બનનારે બુમો પાડતા ટોળકી પૈકીની એક મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. હાલ પોલીસ ફરાર બે આરોપીને શોધી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પાંડેસરા હાઉસીંગ શિનવગરમાં રહેતા અલ્કાબેન પ્રહલાદ પાટીલ બપોરે તેની દીકરી સાથે ઘરે હતા તે સમયે ઘરનો દરવાજા કોઈએ ખખડાવતા તેઓએ દરવાજા ખોલવાની સાથે પોલીસના લોગોવાળુ ખાખી માસ્ક, વાઈટ કલરનું શર્ટ અને બ્લેક કલરની પેન્ટ પહેરીને આવેલી મહિલા સહિત ત્રણ અજાણ્યાએ ધક્કો મારી અંદર ઘુસી ગયા હતા.

  • તમે ડ્રગ્સનો ધંધો કરો છો, ૩ લાખ રૂપિયા આપવા પડશે કહી નાણા પડાવી લીધા
  • ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપનારે પોલીસના લોગોવાળુ માસ્ક, વાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતુ
  • ડીસીપીની ઓળખ આપનાર આરોપી હર્ષા ચોવટીયાની ધરપકડ

રૂપિયા આપવા પડશે. નહીંતર તમારા ઉપર અમે ડ્રગ્સનો કેસ કરી દેવાશે
મહિલાએ પોતાની ઓળખ હર્ષા ડી.સી.પી ક્રાઈમમાંથી આવું છું અને અમે ત્રણેય ક્રાઈમમાં છે. તમારા ઘરનું ચેકિંગ કરવાનું છે. કહેતા અલ્કાબેને સાનું ચેકિંગ કરવાનું છે તેમ કહેતા તેમને આ ઠગ ત્રિપુટીએ ગાળો આપી તમે ડ્રગ્સનો ધંધો કરો છો ૩ લાખ રૂપિયા આપવા પડશે. નહીંતર તમારા ઉપર અમે ડ્રગ્સનો કેસ કરી જેલમાં પુરી દેવાની ધમકી આપી હતી. રૂપિયા તો આપવા જ પડશે તેમ કહી પોલીસની ગાડી નીચે જ ઉભી છે જેથી ગભરાયેલી અલ્કાબેને 70 હજાર આપ્યા હતા.
ટોળકી રૂપિયા ખંખેરી લીધા બાદ ભાગવા લાગતા અલ્કાબેને બુમાબુમ કરતા એકત્ર થયેલા સ્થાનિકોએ એક મહિલાને ઝડપી પાડી હતી.

રોકડા રૂ.20 હજાર તેમજ ઘરેણા ગીરવે મુકી 50 હજાર આપ્યા
પોલીસને બોલાવાતા પોલીસે ડીસીપી ક્રાઇમ તરીકેની ઓળખ આપનાર મહિલાની પુછપરછ કરતા તેનું નામ હર્ષા લવજી ચોવટીયા અને ભાગી ગયેલા તેના સાગરીતનું નામ લાલુ અને પાર્થ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અલ્કાબેન પાટીલે ટોળકીની દમદાટીને કારણે ઘરમાથી રોકડા રૂ.20 હજાર તેમજ ઘર નજીક આવેલા ભામરે નામના સોના ચાંદીના દાગીનાની દુકાનમાં ઘરેણા ગીરવે મુકી 50 હજાર આપ્યા હતા.

Most Popular

To Top