સત્તા તો મળી ગઈ, પણ સમજ છે? સુરતના શાસકો પર સવાલ”

જ્યારે શહેર ઝડપથી ગ્લોબલ લેવલ પર આગળ વધી રહ્યું છે, ત્યારે શું ઓછું શિક્ષણ ધરાવતા પ્રતિનિધિઓ આ વિકાસને યોગ્ય દિશામાં લઈ જઈ શકશે? હા, માત્ર ડિગ્રી હોવું એ સારી નેતાગીરીની ગેરંટી નથી. ઘણા શિક્ષિત લોકો પણ નિષ્ફળ રહ્યા છે અને ઘણા ઓછું ભણેલા લોકો પણ સારા નેતા બન્યા છે. પરંતુ, આજના સમયના શાસનમાં—જ્યાં ટેક્નિકલ પ્રોજેક્ટ્સ, નાણાકીય નિર્ણયો અને નીતિગત સમજ જરૂરી છે—ત્યાં ઓછામાં ઓછું મૂળભૂત શિક્ષણ અને સમજ હોવી આવશ્યક બની જાય છે. વિપક્ષ નબળો હોય અને સત્તા એક જ પક્ષમાં કેન્દ્રિત હોય ત્યારે, આવી સ્થિતિ વધુ જોખમી બની શકે છે. કારણ કે પછી નિર્ણયોની ગુણવત્તા પર પ્રશ્ન ઊભો થાય છે અને જવાબદારીનું બોજું વધે છે. આ નોટનો ઉદ્દેશ કોઈ વ્યક્તિ અથવા પક્ષને નિશાન બનાવવાનો નથી, પરંતુ એક જરૂરી ચર્ચા શરૂ કરવાનો છે. શું હવે સમય નથી કે અમે ઉમેદવારોની પસંદગી કરતી વખતે તેમના શિક્ષણ, સમજ અને કાર્યક્ષમતા પર વધુ ધ્યાન આપીએ?
સુરત- આશિષ ટેલર

To Top